નવી દિલ્હી, તા.૨૫
ભારત અને રશિયા પ્રતિબંધોની અસરને ઘટાડવાના ઉદ્દેશ્યથી અમેરિકા સામે આક્રમક વલણ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે. ભારત અને રશિયા અમેરિકા દ્વારા રશિયા ઉપર મુકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા રસ્તા શોધી રહ્યા છે પરંતુ મોટા સંરક્ષણ સોદા સામે મોટી અડચણો ઉભી થયેલી છે. આમાં એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ માટે ૩૯૦૦૦ કરોડ રૂપિયાની સમજૂતિનો સમાવેશ થાય છે. જેના ઉપર આ વર્ષે બંને દેશો હસ્તાક્ષર કરી શકે છે. અલબત્ત ભારતને અમેરિકી પ્રિતબંધવાળા કાયદાથી રાહત આપવામાં આવી છે પરંતુ રશિયા પાસેથી હથિાયરોની ખરીદી માટે પૈસાની લેવડ દેવડ પર પ્રતિબંધ મુકનાર નાણાંકીય અડચણો હજુ પણ અકબંધ રહી છે. આનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન કોઈ રસ્તો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. ઓકટોબર મહિનામાં દ્વિપક્ષીય સંબોધન દરમિયાન ઓછામાં ઓછા ત્રણ સંરક્ષણ સોદા કરવામાં આવી શકે છે. બંને દેશો આ દિશામાં આગળ વધી રહ્યા છે. જાકે હાલ પુરતા અમેરિકાના પ્રતિબંધને જાતા આ ત્રણેય સંરક્ષણ સોદાને લઈને સંકટના વાદળો ઘેરાઈ શકે છે. પુટિન અને નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રતિબંધોને લઈને કોઈ રસ્તા અને વિકલ્પો શોધવાના પ્રયાસ કરી રહ્યા છે. ભારતે ડિફેન્સ હાર્ડવેર માટે રશિયાને ડોલરમાં ચૂકવણી કરી દીધી છે પરંતુ હવે તે રસ્તો બંધ થઈ ચુક્યો છે. આજ કારણસર હવે રૂપિયા-રૂબલમાં જ સોદાબાજી થઈ શકશે. પરેશાની એ આવી રહી છે કે સંરક્ષણ ખરીદીના મોટા કદને જાતા સમગ્ર ખરીદી સ્થાનિક ચલણમાં જ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં ભારતને વિદેશોથી થનાર સંરક્ષણ ચીજવસ્તુઓની નિકાસ પર નજર રાખનાર સંસ્થા રશિયન ફેડરલ સર્વિસ ફોર મિલેટ્રી ટેકનિકલ ઓપરેશનના પ્રમુખ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. એવી તમામ શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે જેના આધાર ઉપર યોગ્ય કામ થઈ શકશે. અમેરિકાના પ્રતિબંધના પરિણામ સ્વરૂપે ભારત અને રશિયા વચ્ચેની સોદાબાજી અટવાઈ પડી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



