ગાંધીનગર,તા.૨૫
ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ સાથે આજે સરદાર સરોવર બંધના નિર્માણ સ્થળે સાધુ બેટ ખાતે આકાર પામી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ અને ઊંચી પ્રતિમાની પ્રગતિ કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ પ્રતિમા આગામી ૩૧ ઓક્ટોબરના રોજ સરદાર પટેલ જ્યંતિના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓ અંગે બેઠક પણ યોજી હતી.
સરદાર સાહેબની આ પ્રતિમાનું કામ જે સ્તરે છે તેની સમીક્ષા કરાઇ હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે પ્રતિમાનું સ્ટીલ સ્ટ્રક્ચર કામ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં થઇ જશે. તો બ્રોન્ઝ કામ ૧૦ ઓક્ટોબર સુધીમાં અને સંપુર્ણ ફિનિશિંગ ૨૫ ઓક્ટોબર સુધીમાં પુરૂ કરવાની દિશામાં ઝડપભેર કામગીરી થઇ રહી છે. આ પ્રતિમા સાથે જ સરદાર સાહેબના એક અખંડ ભારતના સંકલ્પને સાકાર કરતું શ્રેષ્ઠ ભારત ભવન પણ ૫૨ રૂમો સાથે નિર્માણ પામવાનું છે.
મુખ્યમંત્રીએ આ સમગ્ર પરિસર વ્લર્ડ ક્લાસ બનવાનું છે, તેની ભૂમિકા આપતા કહ્યું કે આ પરિપ્રેક્ષયમાં સફાઈ સિક્્યુરિટી, કાફેટેરિયા, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ પણ એ જ સ્તરની વિક્સાવાશે. ૧૮૨ મીટર ઊંચાઈની આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ૧ લાખ ૪૦ હજાર ઘન મીટર કોનક્રિટનો જથ્થો, ૧૮૫૦૦ મેં.ટન સ્ટીલ, ૭૦ હજાર મેં.ટન સિમેન્ટ અને ૨ હજાર મેં.ટન બ્રોન્ઝ વપરાશે. ૨૨૦૦૦ ચો.મીટર આ સ્ટેચ્યુનો સરફેસ વિસ્તાર છે. અંદાજે ૨૯૮૯ કરોડ ના ખર્ચે આ પ્રોજેક્ટ થવાનો છે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ પરિસર સાથે સાથે બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવા અંગેની બાબતોમાં પણ વિચાર વિમર્શ કર્યો હતો. નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિરીક્ષણ કરતી વખતે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કહ્યું “હાર્દિક પટેલનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે”. “સરદારે લોકોને જાડયા-કોંગ્રેસે લોકોને તોડયા”. આ પરિસરમાં બોટિંગ, વેલી ઓફ ફ્લાવર અને પ્રવાસન સુવિધાઓનું પણ નિર્માણ કરાશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



