અમેઠી,તા.૨૭
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેઓ વારાણસીથી ભદોહીમાં એક જનસભાને સંબોધિત કરવા ગયા હતાં. ત્યાંથી પરત ફરતી વખતે કેન્દ્રીય મંત્રીનો કાફલો એરપોર્ટની બહાર જ એક ચા વાળાની દુકાન પર થંભી ગયો. દુકાન પર પહેલાથી જ હાજર ભાજપ કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું.
સ્મૃતિ ઈરાનીએ અહીં બ્રેડ પકોડા ખાધા અને ચા પીધી. બ્રેડ પકોડાનો સ્વાદ તેમને એટલો તો પસંદ પડ્યો કે, તેમને દુકાનદારને અમેઠી આવીને કામ કરવાની સલાહ આપી. પરંતુ દુકાનદારે સ્મૃતિ ઈરાનીને જે જવાબ આપ્યો, તે ચર્ચાનો વિષય બન્યો છે.
સ્મૃતિ ઈરાનીએ દુકાનદારને પોતાના સંસદીય ક્ષેત્રમાં દુકાન બનાવવાનું કહ્યું. સ્મૃતિએ કહ્યું કે, ચા અને પકોડા ખુબ જ સારા બનાવો છો. તો ચાલો અમેઠીમાં દુકાન ખોલી દો. તો દુકાનદારે જવાબ આપ્યો કે, આ બનાવવાનું કામ હું ગુજરાતથી સીખીને આવ્યો છું. બનારસમાં તેને વેચી રહ્યો છું એક ઘણું છે.
દુકાનદારના આ જવાબથી ત્યાં હાજર રહેલા લોકો હસવા લાગ્યા હતાં. સ્મૃતિ ઈરાનીએ સવાલ કર્યો હતો કે, શું તમે ગુજરાતી બોલી શકો છો? તો દુકાનદારે જવાબ આપ્યો હતો કે, નહીં, પણ મારૂ હિન્દી ખુબ જ સારૂ છે. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની બિલ ચુકવીને આગળ વધ્યા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




