વિજય માલ્યાને મોટો ઝટકો, ૧ હજાર કરોડની સંપત્તિ વેચવા કોર્ટની મંજૂરી

0
7

કોર્ટે ૧ હજાર કરોડની વેલ્યૂવાળા શેર વેચવાની મંજૂરી આપી
ન્યુ દિલ્હી,તા.૨૭
ભાગેડુ વિજય માલ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે વિજય માલ્યાના ૧,૦૦૦ કરોડ રૂપિયાની વેલ્યુવાળા શેર વેચવાની મંજૂરી આપી દીધી છે. યુનાઇટેડ બ્રેવરેજ (યુબીએલ)માં માલ્યાના શેર છે, જે કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટર દ્વારા વેચવાના હતા. આનું વેચાણ રોકવા માટે વિજય માલ્યાએ અરજી કરી હતી.
યુનાઇટેડ બ્રેવરેજનો શેર બીએસઇ પર હાલ (૧૧ઃ૪૫ AM) ૧ ટકાના વધારા સાથે ૧૩૭૦ રૂપિયાના ભાવે પહોંચી ગયો છે. આ મહિને ડીઆરટીએ શેર કોર્ટ દ્વારા નિયુક્ત લિક્વિડેટરને ટ્રાન્સફર કર્યા હતા. માલ્યા વિરુદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ શેર એટેચ કર્યા હતા.
કોર્ટે વેચાણ રોકવા માટે કરેલી અરજી ફગાવી દીધી છે. યુનાઇટેડ બ્રેવરેજ હોલ્ડિંગ્સની અરજી પર સુનાવણી હાથ ધરતાં જજે કહ્યું કે, શેરના વેચાણને રોકવાનો આદેશ કરી શકાય નહીં.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટે માલ્યાના ૧,૦૦૦ કરોડ રૂપિયાની કિંમતના શેર વેચવાની મંજૂરી આપી દીધી છે. માલ્યાની જપ્ત કરાયેલી સંપત્તિઓના વેચાણનો આ પહેલો મામલો છે. ડીઆરટીની બેંગુલુરુ બેંચે ૧૧ માર્ચે માલ્યાના શેર વેચવાની નોટિસ જાહેર કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY