કોંગ્રેસની સરકાર બન્યા બાદ દેવુ ન ચૂકવનાર ખેડૂતોને જેલ નહિ મોકલાય
અમે ગરીબોને ન્યાય આપીશુ,એક વર્ષમાં ૨૨ લાખ નોકરીઓ ભરવાનું કોંગ્રેસ અધ્યક્ષનું વચન
અમેઠી,તા.૨૨
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી નામાંકર કર્યા બાદ સોમવારે પોતાની લોકસભા વિસ્તારમાં પ્રચાર કરવા પહોંચ્યા છે. તિલોઈમાં આયોજિત જનસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો. પીએમ મોદીના બહાને પ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જો તેમણે પોતાના ‘મનની વાત’ કહી તો તેમને દંડા પડશે. નરેન્દ્ર મોદીજી મારશે. રાહુલ ગાંધીએ આ રેલીમાં પીએમ મોદીને જીએસટી, નોટબંધી, દેવામાફી જેવા ઘણા મુદ્દે જારદાર ઘેર્યા.
સોમવારે અમેઠીમાં પ્રચાર કરવા પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા નારા હતા કે અચ્છે દિન આએંગે. જુઓ હવે નવો નારો આવી ગયો છે, ચોકીદાર ચોર છે. આ નારા પર પ્રેસવાળા પણ હસી રહ્યા છે, તેમને પણ હસવુ આવી રહ્યું છે. રાહુલ બોલ્યા કે હું તમને જણાવી દઉ કે આમને હસવુ કેમ આવી રહ્યું છે. જો તેમણે પોતાના મનની વાત કરી દીધી તો દંડા પડશે, મોદીજી મારશે કારણકે તેમને આખો દિવસ નરેન્દ્ર મોદીની વાત કેમેરાથી લેવી પડે છે એટલે હસવુ આવી રહ્યું છે.
રાહુલે આગળ કહ્યું કે ગભરાવો નહિ, ૨૦૧૯ની ચૂંટણી પછી તમારે જે લખવુ હોય તે લખજા. અમારા વિરોધમાં પણ લખવુ હોય તો લખી લેજા. રાહુલ ગાંધીએ એલાન કર્યુ કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ દેવુ ન ચૂકવવા પર ખેડૂતોને જેલ નહિ મોકલવામાં આવે. અમેઠીની જનતાને વચન આપ્યુ કે મોદી સરકારે તમારી પાસેથી જેટલુ છીનવ્યુ છે તેનાથી બમણુ પાછુ આપવામાં આવશે. ફૂડ પાર્કમાં ૧૦૦ ઉદ્યોગ લગાવવાનું વચન. પાંચ કરોડ પરિવારને દર વર્ષે ૭૨ હજાર રૂપિયા આપીશુ.
રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીએ દેશના ૧૫ લોકોને કરોડો રૂપિયા આપ્યા. અમે ગરીબોને ન્યાય આપીશુ. નરેન્દ્ર મોદીએ ગબ્બર ટેક્સ લગાવ્યો. તમારા ખિસ્સામાંથી પૈસા નીકળ્યા અને પેલા ચોરોના હાથમાં ગયા. જેવો તમે માલ ખરીદવાનો બંધ કર્યો. હિંદુસ્તાનની ફેક્ટરીએ માલ બનાવવાનો બંધ કરી દીધો. આનાથી બેરોજગારી વધી ગઈ. તમે મને જાણો છો કે હું ખોટુ નથી બોલતો. હું અમેઠી, રાયબરેલી તેમજ હિંદુસ્તાનની જનતાને કહેવા ઈચ્છુ છુ કે ૨૨ લાખ નોકરીઓ ખાલી પડી છે. એક વર્ષમાં આ નોકરીઓ ભરી દઈશ. ૧૦ લાખ યુવાનોને પંચાયતોમાં નોકરીઓ આપી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



