આમિર ખાને પોતાની બધી ફરમાઇશો માટે બિગ બીને કહ્યું, ‘સોરી’

0
6

મુંબઈ,તા.૨૬
જા સોશિયલ મીડિયા પર કોઇ મોટો સ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચનને સોરી બોલે તો દિમાગમાં ઘણા પ્રકારના સવાલો આવવું કાયદેસર વસ્તુ છે, એમાં પણ જા સોરી બોલનાર હોય મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તો વાત વધારે વિચિત્ર લાગી શકે છે. ગુરૂવાર સાંજે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી આમિર ખાને અમિતાભ બચ્ચનની સાથે એક તસવીર શેર કરતા તેમની માફી માંગી છે. પરંતુ તસવીર જાઇને તમે સમજી જશો કે માફી માંગવાનું કારણ પણ તમને ઘણું મનોરંજન કરાવનારૂ છે.
આ તરવીર અમિતાભ બચ્ચનના ગેમ શો ‘કોન બનેગા કરોડપતિ’ના સેટની છે, તો કહીં શકાય છે કે ટૂંક સમયમાં ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ના આ બન્ને ‘ઠગ’ કેબીસીના મંચ પર સાથે જાવા મળશે. ત્યારે નક્કી છે કે આ ફિલ્મ વિશે ઘણી વાતો ટૂંક સમયમાં આવતા આ એપિસોડમાં જાણવા મળી શકે છે. જાઇ શકાય છે કે આ બન્ને કલાકારો એકબીજા સાથે ખુબ જ ખુશ અને ઉત્સાહીત જાવા મળી રહ્યા છે.
આ તસવીરને શેર કરતા આમિર ખાને બિગ બીને સોરી બોલ્યો છે. સાથે લખ્યું હતું કે, ‘મારી બધી ફરમાઇશો માટે માફ કરો, હું પોતાના પર કંટ્રોલ કરી શકતો ન હતો. આ વાતથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે આમિર ખાને આ શોમાં અમિતાભ બચ્ચનથી ઘણી ફરમાઇશોની હઠ કરીને પૂરી કરાવી છે.’ તો આપણને પણ આ શોમાં અમિતાભ બચ્ચનની તે બધી કલાકારીઓ જાવા મળશે જે કદાચ આમિરની હઠ વગર સંભવ ન હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY