ઉત્તર દિશાથી તેજ પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ઘટાડો થયો

0
6

ગઈકાલના પ્રમાણમાં આજે મહત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ઓછું નોધાયું
સુરત, તા.૧૫
સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડો પવનની ફૂંકાવાની સાથે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોîધાયો છે આજે મળસ્કે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જ્યારે દિવસ દરમિયાન પણ પવન યથાવત રહેતા ગરમીથી રાહત મળી રહી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી કલાકના સરેરાશ ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગત રોજની સરખામણીએ આજે અધિકત્તમ તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો નોîધાયો છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોધાયું છે. વલસાડમાં આજે અધિકત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોધાયું છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે બપોર સુધી સરેરાશ ગરમીનો પારો ૩૧ ડિગ્રીની આસપાસ રહેતા શહેરીજનોને ગરમીથી રાહત મળી રહી છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલવાની સાથે ગરમીમાં વધારો થાય તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY