ગાંધીનગર,તા.૨૪
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે બુધવારે વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા. ઉદવાડામાં કોંગ્રેસની કાર્યકર્તા તાલીમ શિબિરમાં હાજરી આપી હતી. અમિત ચાવડાએ મહુવામાં વી.એચ.પી.ના પ્રમુખની હત્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે પ્રતિક્રિયા આપતા ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું.
અમિત ચાવડાએ વી.એચ.પીના પ્રમુખની હત્યા અંગે નિદવેન આપતા કહ્યું હતું કે, ગાંધી-સરદારના શાંતિપ્રિય ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અત્યારે રાજ્યમાંકાદો- વ્યવસ્થાની પરિસ્થિતિ યુપી-બિહાર જેવી થઇ રહી છે. ખુલ્લેઆમ ખૂન, ચોરી, લૂંટ સામાન્ય બાબત, નાની બાળકીઓના અપહરણ અને દુષ્કર્મ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર ઉત્સવો અને મહોત્સવમાં વ્યસ્ત રહી છે. આમ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ નીવડી છે.
આ ઉપરાંત કોંગ્રેસ પ્રમુ અમિત ચાવડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે, જે સરદાર ૨૫ વર્ષથી કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે તેમના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીના બહાને સરકાર અને ભાજપ રાજનીતિ કરી રહ્યા છે. સાથે સાથે રાજ્યમાં અસરગ્રસ્ત વિસ્તારોની જાહેરાત મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જાહેરાતો કરવાથી કામ નથી થતું. અછત મેન્યુઅલ મુજબ તાત્કાલિક કામ અને કાર્યો થવા જાઇએ. રાહત કાર્યો, રાહત કેમ્પ, પીવાનું પાણી અને નર્મદાનું પાણી ખેડૂતો સુધી પહોંચે તેવા યુદ્ધના ધોરણે કામ થવા જાઇએ. સરકારને વિનંતી કે અછથ મુદ્દે કોઇ રાજનીતિ ન થવી જાઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



