ગુપચુપ લગ્ન વિરાટ-અનુષ્કાએ નકલી નામ રાખ્યા’તા..!!

0
46

મુંબઈ,તા.૬
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ ઈટાલીમાં ગુપચુપ રીતે લગ્ન કરી લીધાં છે, તેમાં માત્ર ખાસ મિત્રો અને સંબંધીઓને જ આમંત્રણ હતું. તેમણે લગ્નને અતિશય ગુપ્ત રાખવા માટે ખૂબ જ તૈયારી કરી હતી, જેમાં તેઓ સફળ પણ થયાં હતાં.
તાજેતરમાં એક મેગેઝિનને આપેલા ઈન્ટવ્યૂમાં અનુષ્કાએ કહ્યું કે લગ્નની જાણકારી માત્ર પરિવાર-વેડિંગ પ્લાનર અને સ્ટાઈલિસ્ટને હતી, તેને ગુપ્ત રાખવા માટે અમે નકલી નામનો ઉપયોગ કર્યો હતો. અનુષ્કા કહે છે કે જ્યારે લગ્ન માટે કેટરર્સ બુક કરવાની વાત આવી ત્યારે અમે નકલી નામનો ઉપયોગ કર્યો હતો. વિરાટને અમે રાહુલ નામ આપ્યું હતું.
અમે ડિઝાઈનર સબ્ય સાચી સાથે થયેલી મિટિંગને પણ ગુપ્ત રાખી હતી, કેમ કે અમે ખૂબ જ સાધારણ રીતે લગ્ન કરવા ઈચ્છતાં હતાં. અમે ઈચ્છતાં ન હતાં કે સેલિબ્રિટીઝ કે મીડિયાનો જમાવડો ત્યાં થાય. લગ્નમાં માત્ર ૪૨ લોકો હાજર હતા. અમે જેવો માહોલ ઈચ્છતાં હતાં બિલકુલ તેવો જ માહોલ ત્યાં હતો.
વિરાટ અને અનુષ્કા જે પ્રકારનાં લગ્ન ઈચ્છતાં હતાં તે જ રીતે લગ્ન થયાં હતાં. લગ્નના ફોટો શેર કરીને આ જાડીએ બધાંને ચોંકાવી દીધાં હતાં. બંનેની લવસ્ટોરીની વાત કરીએ તો તેમની મુલાકાત એક ટીવી વિજ્ઞાપનના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યાર બાદ તેઓ ૧૧ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY