ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં ‘તમારું આરોગ્ય તમારા રસોડાઘરમાં ‘વિશે ડૉ. શિલીન શુક્લએ વ્યાખ્યાન આપ્યું
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં યોજાયેલા વ્યાખ્યાનમાં ડૉ. શિલીન શુક્લએ વાત કરી કે, આજના આધુનિક સમયમાં રસોડાનું મહત્વ ઘટી રહ્યું છે. લોકો ઘરે બનાવેલી તાજી રસોઇ ખાવાના બદલે કોઇ માણસ પાસે બનાવી લે છે અથવા બજારનું તૈયાર ભોજન લાવીને ખાય છે. બજારમાં મળતું ભોજન શરીર માટે ઘણું જ નુકસાનકારક છે. રસોડું આરોગ્ય મંદિર છે તેવું કહેતા તેઓ કહે છે કે, પોષણ, રોગો સામે રક્ષણ, અમુક અંશે તે ઉપચારનું કામ કરતું હોય છે. આજકાલ તૈયાર મસાલાનો જમાનો આવી ગયો છે તેથી તાજા તૈયાર કરીને મસાલા વાપરવાનું ઘટયું છે તાજા તૈયાર કરેલા તેજાના અને મસાલા જ સૌથી વધારે સારુ પરિણામ આપે છે. તેજાનાનો ઉપયોગ કરીને પોતાના ઘરનો સ્વાદ અનેે સ્વાસ્થ્યને લાભદાયક બનાવવું જોઇએ. આપણા દરેકના તન, મન, ચેતન અને સામાજિક આરોગ્યમાં રસોડાનો મોટો ફાળો રહેલો છે. આહારમાં બધું જ પોષણ માટે હોતું નથી. આપણા રસોડામાં બિનપોષક દ્રવ્યો પણ અગત્યના રક્ષકો છે આપણા રસોડામાં કઠોડમાં રહેલા તેજાના પણ છે. સ્વાદના પ્રકાર અને તેજાનાનો સ્વાદ સાથેનો શું સંબંધ છે તેજાનાનો સંબંધ જીભના સ્વાદ સાથેનો છે. આપણે સ્વાદના છ પ્રકારો કહીએ છીએ, જેમાં ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો, અને તૂરો. વિજ્ઞાાનની દ્રષ્ટિએ જોતા ફક્ત ચાર સ્વાદ છે જમાં, ગળ્યો, ખાટો, ખારો અને તીખો. આપણા રસોડામાં વપરાતા વિવિધ તેજાનાનો ગરમ મસાલા તરીકે ઉપયોગ કરીને રસોઇને મસાલાદાર બનાવતા હોય છે. વિશ્વમાં કેટલાં તેજાના ઊગે છે તેમજ ભારતમાં કેટલા થાય છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાયઝેશન ઓર્ગેનાઇઝેશન કહે છે કે વિશ્વમાં ૧૦૯ પ્રકારના તેજાના ઊગે છે જેમાં ૬૦ જેટલાં તો આપણા ભારત દેશમાં થાય છે. તેજાના શરીરમાં થતાં વિવિધ રોગોનો ઇલાજ કરવાનું કામ કરે છે. તેમના પરના સંશોધનો દ્વારા ભવિષ્યમાં આપણને ફાયદો થઇ શકે છે. અમુક તેજાના કેન્સર જેવા થતાં રોગો અટકાવી શકે છે. હ્યદયરોગ અને મધુપ્રમેહને થતો અટકાવવામાં તેજાના ઉપયોગી છે. આ ઉપરાંત બીજા લસણ, ડુંગળી, જેઠીમલ, લીલી ચા, અજમો, કોથમીર, ધાણાજીરુ, વરીયાળી કેન્સર સામે રક્ષણ આપે છે તેમજ ચરબીનું પ્રમાણ ઘટાડે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



