અમિત ચાવડાનું પત્તુ કપાશે?,ચાર ઝોનમાં ચાર કાર્યકારી પ્રમુખ નિમાશે

0
6

અમદાવાદ,તા.૨૭
લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી જીતવા કોંગ્રેસે જારશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે ભાજપને પછાડવા માગે છે ત્યારે તેના ભાગરૂપે દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સંગઠનમાં નિમણૂકોને મંજૂરી અપાઈ છે. આ મંજૂરી દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત શાહની પાંખો કાપી નંખાશે કેમ કે રાહુલ ગાંધીએ ચાર કાર્યકારી પ્રમુખ નિમવા સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખનો ભાર હળવો કરવાના નામે ૪ નવા કાર્યકારી પ્રમુખો નિમાશે પણ વાસ્તવમાં તેની પાછળ અમિત ચાવડાને વેતરી નાંખવાની ગણતરી છે.
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો તરીકે નિમાનારા નેતાઓ પક્ષના વરિષ્ઠ અને સિનિયર અગ્રણીઓ હશે જેથી સંગઠન સુચારુ રૂપે ચાલી શકે. આ જાહેરાત થતાં જ કોંગ્રેસના નેતાઓએ લોબિઈંગ શરૂ કરી દીધું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ તથા મહામંત્રી અશોક ગેહલોત લેશે.
કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચાર કાર્યકારી પ્રમુખો તરીકે અત્યારે અલ્પેશ ઠાકોર (ઉત્તર ગુજરાત), વીરજી ઠુમર (સૌરાષ્ટ્ર-કચ્છ), જીતુભાઈ ચૌધરી (દક્ષિણ ગુજરાત) તથા અક્ષય પટેલ (મધ્ય ગુજરાત)ની વરણી થઈ શકે છે. કોંગ્રેસ આ વખતે યુવા ચહેરાઓને આગળ કરવા માગે છે તેથી આ ચાર ધારાસભ્યોને તક મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY