ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકારે જીએસટી નેટવર્ક ને સંપૂર્ણ રીતે સરકારી કંપની બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારે તેમાં પોતાની ભાગીદારી ૪૯ ટકાથી વધારીને ૧૦૦ ટકા કરી દીધી છે અને તેમાં સામેલ ખાનગી કંપનીઓની ભાગીદારી સમાપ્ત કરી દેવામાં આવશે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કેબિનેટની બેઠક બાદ જણાવ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રની નાણાકીય કંપનીઓ પાસેથી બાકીનો ૫૧ ટકા હિસ્સોખરીદી લેશે. નવા હિસ્સામાં ૫૦ ટકા કેન્દ્ર અને બાકીનો હિસ્સો રાજ્ય સરકારોનો રહેશે. હાલના સમયમાં જીએસટી નેટવર્ક કંપનીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની ૪૯ ટકા ભાગીદારી છે. આ કંપની દેશમાં નવી અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને આઈટી માળખાની સુવિધા આપે છે. હાલ ખાનગી ક્ષેત્રના પાંચ નાણાકીય સંસ્થાનો એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેન્ક લિમિટેડ, આઈસીઆઈસીઆઈ બેન્ક લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ રણનીતિક રોકાણ કંપની અને એલઆઈસી હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડનો હિસ્સો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





