સીબીએસઈની ધો.૧૦-૧૨ની પરીક્ષા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી શરૂ થશે

0
42

અમદાવાદ,તા.૨૭
સીબીએસઇ હવે તેની ધો.૧૦ અને ૧રની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ વર્ષે સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં જ શરૂ થઇ જશે.
ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં સૌ પહેલાં વોકેશનલ વિષયોની પરીક્ષા લેવાશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં મુખ્ય વિષયોની પરીક્ષા લેવામાં આવશે. બોર્ડ ટૂંક સમયમાં પરીક્ષાની તારીખો જાહેર કરશે.
સીબીએસઈ અનુસાર ર૦૧૯માં ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ એકઝામમાં વોકેશનલ અભ્યાસક્રમના તમામ વિષયોની પરીક્ષા પહેલાં લેવામાં આવશે, કારણ કે વોકેશનલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હોય છે.
અગાઉ મુખ્ય વિષયોની પરીક્ષા વચ્ચે વોકેશનલ વિષયોની પરીક્ષા લેવાતી હતી. તેના કારણે પરીક્ષા છેક એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધી ચાલતી હતી. વોકેશનલ વિષયોની પરીક્ષા ફેબ્રુઆરીમાં થવાના કારણે માર્ચના છેલ્લા અઠવાડિયા સુધીમાં સીબીએસઇની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઇ જશે.
તેના કારણે પેપરોનું મૂલ્યાંકન પણ જલદી થશે અને સીબીએસઇ પરીક્ષાના પરિણામો પણ વહેલાં આવી જશે. તેના પગલે પુનઃ મૂલ્યાંકન પણ જલદી થશે. સીબીએસઇ બોર્ડે આ બદલાવ દિલ્હી યુનિવર્સિટી સાથે બીજી યુનિવર્સિટીમાં નોમિનેશનને લઇને કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY