ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલાની નિમણૂંક

0
11

ગાંધીનગર,તા.૧૧
ગુજરાત કોંગ્રેસમાં ફરી એક વખત રાજકોટને પ્રતિનિધિત્વ મળ્યું છે. રાજકોટ કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાની ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે ગાયત્રીબા વાઘેલાની નિમણૂક કરી છે. મહિલા પ્રમુખના પદ માટે આશરે ૧૫ મહિલા અગ્રણીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જે બાદ આખરે ગાયત્રીબા વાઘેલાના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. બીજી તરફ ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને પણ પ્રમોશન મળ્યું છે. ઋત્વિક મકવાણાને ગુજરાત સેવાદળના મુખ્ય સંગઠક બનાવવામાં આવ્યા છે.
ગાયત્રીબાએ કહ્યું કે, હું કોંગ્રેસ પક્ષ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ ટીમનો આભાર માનુ છું. તેમણે મને આ મોટી જવાબદારી આપી છે. હું આ જવાબદારી નિભાવવા માટે તૈયાર છું. ગાયત્રીબાએ કહ્યું કે, મહિલાઓના પ્રશ્નો અંગે કામ કરવામાં આવશે. હું એક મહિલા તરીકે મહિલાઓની વાત સાંભળીશ. મહિલાઓના મુદ્દા લઈને અમે ઘરે-ઘરે જશું. મહિલાઓને તમામ હક મળે તે માટે કામ કરવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY