અમિતાભ ઠાકુર મામલામાં મુલાયમસિંહ વિરુદ્ધ સીટની રચના કરાઈ

0
78

લખનઉ,તા.૨૭
આઈજી અમિતાભ ઠાકુરને ફોન પર ધમકી આપવાના મામલામાં એસએસપી દીપકકુમારે સીટની રચના કરી છે. સીઓ હઝરતગંજ અભયકુમાર મિશ્ર પાસેથી તપાસ સ્થળાંતરિત કરી સીટને આપવામાં આવી છે જે આગળની તપાસ કરશે. સીટનું નેતૃત્વ સીઓ બજારખાલા અનિલકુમાર યાદવ કરશે. હવે સીટ સપા સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના અવાજનો નમૂનો લેશે.
ઉલ્લેખનીય છે કે અમિતાભ ઠાકુરે મુલાયમસિંહ યાદવ વિરુદ્ધ ફોન પર ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે ૧૦ જૂલાઈ ૨૦૧૫માં મુલાયમે તેમને ફોન પર ધમકી આપી હતી. આ મામલાની તપાસ તત્કાલીન સીઓ હઝરતગંજ અવનીશકુમાર મિશ્ર કરી રહ્યા હતાં. તેના સ્થળાંતરણ બાદ વર્તમાન સીઓ પાસે પ્રકરણ પેન્ડીંગ હતું. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી એસએસપીએ પ્રકરણની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. તેમાં સીઓ બજારખશલા ઉપરાંત એસએસઆઈ હઝરતગંજ વૃજેન્દ્રકુમાર મિશ્ર, એસએસઆઈ બજારખાલા રાજકુમાર, શહાદતગંજ પોલીસ સ્ટેશનના પત્તન ખાન અને હઝરતગંજના ઘનશ્યામનો સમાવેશ થાય છે. આ મામલામાં ૨૦ ઓગસ્ટ ૨૦૧૬માં કોર્ટે મુલાયમસિંહના અવાજના નમૂના લેવાના નિર્દેશ આપ્યા હતાં. કોર્ટ સમક્ષ સીઓ હઝરતગંજે સેમ્પલ લેવા માટે કરવામાં આવેલા પ્રયાસોનો રિપોર્ટ રજૂ કર્યો હતો કેમ કે મુલાયમના અવાજના નમૂના કોર્ટમાં રજૂ કરી શકાયા નહોતા. રિપોર્ટમાં તેમણે અનેક વખત કહ્યું કે અનેક વખત નોટિસ મોકલવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY