ભાજપ સાંસદે શ્રીદેવીના મોત ઉપર ઉઠાવ્યા અનેક પ્રશ્નો શ્રીદેવીના દાઉદ સાથે અનૈતિક સંબંધો હતા’? સુબ્રમણ્યમ સ્વામી

0
439

ન્યુ દિલ્હી,તા.૨૭
બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ પર મરણ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્વામીએ શ્રીદેવીના મોતની આશંકા વ્યક્ત કરી છે. રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે, બાથટબમાં ડૂબીની મૃત્યુ સંભવ નથી લાગતું. સ્વામીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, અભિનેત્રીઓ સાથે દાઉદના સંબંધો અંગે પણ આપણે થોડું ધ્યાન દેવાની જરૂર છે. પરંતુ અત્યારસુધી દુબઈ પોલીસ અને દુબઈ પુબ્લિક પ્રોસિક્યૂશન તરફથી આ કેસમાં સાઝિશ જેવી કોઈપણ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
પબ્લિક પ્રોસિક્યૂશન તો અત્યારે આ કેસમાં તપાસ કરી રહ્યા છે, પરંતુ દુબઈ પોલીસે પોતાની તરફથી આ કેસમાં ક્લીનચિટ આપી દીધી છે. સુબ્રમણ્યમ સ્વામીએ મીડિયાને કહ્યું હતું કે, મીડિયામાં મોતને લઈને અલગ-અલગ કારણ જણાવવામાં આવી રહ્યા છે. પબ્લિક પ્રોસિક્યૂટર હજુ કઈ નથી કહી રહ્યા. કહે છે કે, શ્રીદેવીના શરીરમાં આલ્કોહોલ મળી આવ્યું છે, જ્યારે એ આલ્કોહોલને હાથ પણ નહોતા લગાડતા.
તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે, આ એક મર્ડર છે. આ વિદેશમાં થયેલું એક મર્ડર છે. જા ભારતની આ ઘટના હોત તો હું કઈ કહી શકત. શ્રીદેવી ક્યારેય હાર્ડ ડ્રિંક્સ નહોતા અડતા. અમે તેમને ફક્ત બીયર પીવા વિશે સાંભળ્યું છે. દાઉદ સાથે આ કેસને સુબ્રમણ્યમ સ્વામી દ્વારા જોડવામાં આવતા, ટ્‌વીટર પર તેમનો ઘણો વિરોધ થઈ રહ્યો છે અને ઘણા યુઝર્સે તો તેમને આ બાબતે રાજનીતિ ન કરવાની પણ સલાહ આપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY