અમિત શાહની યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાશે
કોલકાત્તા,તા.૬
પશ્ચિમ બંગાળની સરકારે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ધરાર ના પાડી દીધી છે. અમિત શાહ પશ્ચિમ બંગાળનાં કૂચબિહારમાં રથયાત્રા કાઢવાનાં છે. મમતા બેનર્જીની સરકારે એવો દાવો કર્યો છે કે, અમિત શાહની યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાશે અને એટલા માટે આ યાત્રાને મંજુરી આપી નથી.
પશ્ચિમ બંગાળનાં એડવોકેટ જનરલ કિશોર દત્તાએ કલકત્તા હાઇકોર્ટને જણાવ્યું હતું કે, અમિત શાહની યાત્રાથી વાતાવરણ ડહોડાઇ શકે છે.
તેમણે વધુમાં કોર્ટને જણાવ્યું કે, કૂચબિહાર જિલ્લાનાં પોલીસ અધિક્ષકે અમિત શાહની રથયાત્રાને મંજુરી આપવાની ના પાડી દીધી છે. કેમ કે, આ યાત્રાથી રાજ્યમાં કોમી તંગદિલી ફેલાઇ શકે છે.
જ્યારે ન્યાયાધીશે એમ કહ્યું કે, જો કોઇ અનિચ્છનિય ઘટના બને તો, કોણ જવાબદારી લેશે ? આ પ્રશ્નનાં જવાબમાં ભાજપનાં વકીલે એવી દલીલ કરી કે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાદારી રાજ્ય સરકારની છે.
પશ્ચિમ બંગાળનાં એડવોકેટ જનરલે ભાજપના વકીલે પુરવણી એફિડેવીટનો વિરોધ કર્યો હતો અને કહ્યું ક્યાં તો, તેઓ નવી પિટીશન દાખલ કરે અથવા તો હાલની પિટીશનને જ સુધારે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



