અમરાવતી,તા.૧૫
આંધ્રપ્રદેશના પૂર્વ પ્રધાન અને વાઇ.એસ.આર કોંગ્રેસ પાર્ટીના નેતા વાઇ.એસ. વિવેકાનંદ રેડ્ડીનું શુક્રવારે હ્રદયના હુમલાને કારણે નિધન થઈ ગયુ છે.
વિવેકાનંદને કડપા જિલ્લાના પુલિવેંદુલામાં તેમના આવાસ પર હ્રદયના ઘબકારા બંધ થવાના કારણે તેમનું નિધન થયું છે. વિવેકાનંદ લોકસભાના સભ્ય પણ રહી ચુકવ્યા છે.
તેઓ આંધ્રની કડપા લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટી તરફથી ૧૯૯૯ અને ૨૦૦૪માં સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ આંધ્રપ્રદેશ વિધાનસભામાં બે વખત પુલિવેંદુલા પરથી પણ વિજય મેળવીચુકવ્યા હતાં. વિવેકાનંદ આંધ્રપ્રદેશમાં ૨૦૦૯માં કિરણકુમારની સરકાર સમયે કૃષિ પ્રધાન પણ રહી ચુકવ્યા હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



