સુમન હાઈસ્કૂલનો વિદ્યાર્થી સોનુ દત્તુ રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટીમાં ઝળક્યો

0
12

રાજ્યકક્ષાની મેરીટ યાદીમાં સુરતના વિદ્યાર્થીએ ૧૪મો ક્રમ મેળવ્યો
સુરત, તા.૧૦
રાજ્યમાં આવેલ માન્ય માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૯ના વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાનો વિકાસ થાય તેમજ ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ સહાય માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી નેશનલ ટેલેન્ટ રિસર્ચ એક્ઝામિનેશનનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.૪-૧૧-૨૦૧૮ના રોજ યોજાયેલ સદર પરીક્ષામાં સુમન હાઈસ્કૂલ નં.૬ મરાઠી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સોનુને કેશવ દત્તુ પાર્ટ ૧માં ૧૦૦ ગુણમાંથી ૯૧ ગુણ અને પાર્ટ ૨માં ૧૦૦ માંથી ૮૮ ગુણ મેળવી કુલ ૨૦૦માંથી ૧૭૯ ગુણ મેળવી રાજ્ય કક્ષાના જાહેર થયેલ ૩૭૪ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરી સુરત મહાનગરપાલિકા તેમજ સુમન શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ મે.કમિશનર એમ. થેન્નારસન અને આસી. કમિશનર ગાયત્રીબેન જરીવાલા તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY