અમેરિકાની ૧૨૫ વર્ષ જૂની કંપની સિયર્સ નાદાર બની ગઈ

0
17

વાશિંગ્ટન,તા.૧૬
અમેરિકામાં કેટલીય પેઢીઓને રિટેલ શોપિંગનો અનુભવ કરાવનાર ૧૨૫ વર્ષ જૂની રિટેલ કંપની સિયર્સ નાદાર બની ગઇ છે. સિયર્સે ન્યૂયોર્કની બેન્કરપ્સી કોર્ટમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી દીધી છે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલી સિયર્સ કંપની પર ૫.૬ અબજ ડોલર (રૂ.૪૧,૪૪૦ કરોડ)નું તોતિંગ દેવું છે.
આમાંથી ૧૩.૪ કરોડ ડોલરની ચુકવણી હવે નજીકના ભવિષ્યમાં કરવાની છે. કંપનીના કરજદારોએ રિસ્ટ્રક્ચરિંગ પ્રસ્તાવને ફગાવી દીધો છે. સિયર્સને ટકાવી રાખવા માટે સીઇઓ એડી લેમ્પર્ટે બિઝનેસનો સ્ટેક વેચ્યો છે. તેમ છતાં તેમને સફળતા મળી નથી. કંપનીના ૭૦૦ સ્ટોર્સ અત્યારે સાવ ખાલી પડ્યા છે. કંપની પરથી ભરોસો ઊઠી જવાથી વેન્ડરે માલ પાછો ખેંચી લીધો છે.
૧૯૮૬માં શરૂ થયેલી આ કંપની ઓનલાઇન રિટેલ કંપનીઓના જમાનામાં પોતાનું અસ્તિત્વ ટકાવવા પ્રયાસ કરી રહી છે. કોમ્પિટિશન અને મંદીના કારણે સિયર્સ પાછળ રહી ગઇ છે. ૧૧ વર્ષમાં તેના શેરની કિંમત ૯૯ ટકા કરતા વધુ ઘટી ગઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY