વાલીયા તાલુકામાંથી નેત્રંગ તાલુકામાં ગયેલા ૪૦ ગામો વિકાસથી વંચિત

0
139

નેત્રંગ:
સામાન્ય સભામાં સભ્ય ૫રેશભાઇ વસાવાએ નેત્રંગ તાલુકાના ગામોના વિકાસનો પ્રશ્ન ઉઠાવી તેની દરખાસ્ત મુકવા માટેની ભલામણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૫-૧૬માં વાલિયા તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ કરાયો હતો. જેની રુ૫યા ૨–કરોડની ગ્રાન્ટ હતી ગત વર્ષે ત્યારબાદ નેત્રંગને તાલુકો બનાવાતા વાલિયા તાલુકાના ૪૦ જેટલા ગામો નેત્રંગ તાલુકામાં સમાવાયા હતા. આ તમામ ગામો વિકાસથી આજે વંચિત છે કારણકે વાલિયા તાલુકાના વિકાસશીલ તાલુકાની યોજનામાં આ ગામોનો સમાવેશ થયો હતો. ૫રંતુ હવે આ તાલુકાઅો નેત્રંગમાં આવી જતા વિકાસશીલ તાલુકાની ગ્રાન્ટ આ ૪૦ ગામોમાં ફળવાતી નથી. આ ગ્રાન્ટ ૪૦ ગામડાઅોમાં ૫ણ ફળવાવી જાઇએ. તેવી માંગ તેમણે કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY