ન્યુ દિલ્હી,તા.૧૬
દેશની નિકાસમાં સપ્ટેમ્બરમાં યર ટુ યર બેઝિસ ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે દેશની વેપારખાધ છેલ્લા પાંચ મહિનામાં સૌથી લઘુતમ સ્તરે પહોંચી ગઇ છે. વેપારખાધ ઘટવા પાછળ ક્રૂડ ઓઇલની ઊંચી કિંમત મુખ્યત્વે જવાબદાર છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર નિકાસમાં ઘટાડાનું મુખ્ય કારણ નિકાસ મહ¥મ સ્તરે જવાની અસર છે.
વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બરમાં ડોલરના સંદર્ભમાં ૨૬ ટકાની તેજી નોંધાઇ હતી, કારણ કે જીએસટી લાગુ થતાં પહેલાં કિંમતોમાં ઘણો ઘટાડો થયો હતો, જેનાથી નિકાસમાં તેજી આવી હતી. મંત્રાલયે એવી આશા વ્યક્ત કરી છે કે નિકાસમાં ફરી તેજી આવશે.
બીજી બાજુ સપ્ટેમ્બરમાં આયાતમાં ૧૦.૪૫ ટકાની તેજી નોંધાઇ છે. સપ્ટેમ્બરમાં વેપારખાધ ૧૩.૯૮ અબજ ડોલર પર પહોંચી ગઇ છે, જે પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે છે, જ્યારે તેની સામે ક્રૂડ ઓઇલની કિંમત મહત્તમ સ્તરે છે.
એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ઇઇપીસી)એ જણાવ્યું છે કે સપ્ટેમ્બરના આંકડામાં જે ઘટાડો દેખાય છે તે ડોલરની તુલનાએ રૂપિયાના ઘટતા મૂલ્યથી નિકાસકારોને કોઇ ફાયદો થયો નથી.
ઇઇપીસીના અધ્યક્ષ રવિ સહગલે એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બરમાં નિકાસમાં ૨.૫ ટકાનો ઘટાડો દર્શાવે છે કે રૂપિયાના ઘટતા મૂલ્યથી નિકાસકારોનો કોઇ ફાયદો થયો નથી, જાકે આંકડાઓ અનુસાર રિવ્યૂ હેઠળના મહિનામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિકલ્સ તેમજ ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલની નિકાસમાં વધુ તેજી જાવાઇ હતી. વેપાર ખાધ ઘટવાથી કેન્દ્ર સરકાર ચિંતામાં મુકાઇ ગઇ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



