આજરોજ અર્બન યુનિટ અમરેલી તથા ટી.બી. યુનિટ આરોગ્ય શાખા અમરેલીના સંયુકત ઉપક્રમે પ્રજ્ઞા વિદ્યાલય – અમરેલી ખાતે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સાથે વિદ્યાર્થીની આરોગ્યની ચકાસણી કરવામાં આવી. તથા ટી.બી. વિશે માર્ગદર્શન રોહીતભાઈ કાબરીયા (જિલ્લા ટી.બી. કો-ઓર્ડીનેટર), ભાવેશભાઈ ગજેરા (ટી.બી. સુપરવાઈઝર), દ્વારા અને જન્મજાત ખોટ ખાંપણ અને વિકલાંગતા વિશે માર્ગદર્શન નરેન્દ્રભાઈ મકવાણા (સોશ્યલ વર્કર, ડી.ઈ.આઈ.સી. પ્રોગ્રામ સિવીલ હોસ્પિટલ – અમરેલી) દ્વારા આપવામાં આવેલ. હેન્ડ વોશ અને ન્યુટ્રીશન વિશે માર્ગદર્શન ડૉ. વસીમ ભટ્ટી (આર.બી.એસ.કે. – ટીમ – ૭૦૮) દ્વારા આપવામાં આવેલ. વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીને ઈનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં પરેશભાઈ ઝાલાવડીયા (આચાર્ય – પ્રજ્ઞા વિદ્યાલય – અમરેલી), ઉર્વશીબેન સોલંકી દ્વારા કાર્યક્ર્મ ને સફળ બનાવવામાં આવ્યો હતો.
નરેન્દ્ર મકવાણા (મહુવા)
9909067458
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




