પાટણ,તા.૬
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પાટણના વર્તમાન ધારાસભ્ય સામે કરોડાની ઉચાપતની ફરિયાદ આપી છે. કિરીટ પટેલ પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેમની સામે કરોડોના ઉચાપતની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલની રાજકિય ઉપરાંત શૈક્ષણિક કારકિર્દી પણ રહી છે. તેઓ શેઠ એમ એન લા કોલેજ, પાટણના આસિસ્ટન્ટ પ્રોફેસર પણ રહી ચુક્વ્યા છે. આ ઉપરાંત તેઓ પાટણ જિલ્લાના પાસના કન્વિનર પણ રહી ચુક્વ્યા છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બી.એ. પ્રજાપતિની ફરિયાદ પ્રમાણે કિરીટ પટેલે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન કોલેજની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી હતી. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે.
ધારાસભ્ય કિરીટ પટેલ વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા. આ દરમિયાન એમએસડબ્લ્યુ કોલેજ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરીને તેમણે કરોડોની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
ધારાસભ્ય સામે ભ્રષ્ટાચારના મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આદરી છે ત્યારે યુનિવર્સિટીના કુલપતિ અને પાટણના ધારાસભ્ય વચ્ચેનું કોલ્ડવાર બહાર આવ્યું છે. કારણ કે આ પહેલા કિરીટ પટેલે કુલપતિ પર બી.એડની ભરતીમાં ગરેરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. સામા પક્ષે કુલપતિએ એમએસડબ્લ્યૂની ભરતીમાં કિરીટ પટેલે કરોડોની ઉચાપત કરી હોવાની એક અરજી બી-ડિવિઝન પોલીસને આપી હતી. પોલીસે તપાસ કરતા આ મામલે ગોટાળો થયું હોવાનું બહાર આવ્યું હતું. જે બાદમાં ધારાસભ્ય સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





