અમરેલી,તા.૮
રાજુલાના વાવડી ગામ નજીક આવેલ ખેડૂતની વાડીમાં સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ અહીં એક નર સિંહ ખૂંખાર છે જેના કારણે તેણે આસપાસ રહેલી સિંહણોને મારણ કરવા દીધું નહોતું. આખી રાત સિંહે ભોજન સાથે મિજબાની માણી હતી. આસપાસમાં રહેલા ખેડૂતો પણ સિંહોના ડરના કારણે આખી રાત જાગી ઉજાગરા કર્યા હતા.
અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ બેલ્ડ ગણાતા વિસ્તાર રાજુલા પંથકમાં સિંહોની સંખ્યા વધતી જતી હોવાને કારણે રાજુલા પંથક સિંહોનું બની રહ્યું છે. ગત રાત્રે ૨ વાગ્યા આસપાસ રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલ વાવડી ગામ નજીક રોડ કાંઠે સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. સાથે આ વાડીમાં ૪ જેટલી સિંહણો પણ હતી પરંતુ સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી વિગત મુજબ આ નર કેસરી સિંહ ખૂંખાર હોવાનું મનાય છે. પહેલા સિંહ અને સિંહણોએ ભોજન માટે મારણ કર્યું અને ત્યારબાદ સિંહે ચારે તરફ ડણક કરી સિંહણોને ડરાવી દીધી હતી. આથી સિંહણો બાજુમાં કપાસના ખેતરમાં જતી રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




