અમરેલી,તા.૯
રાજ્યમાં વધુ એક ખેડૂતે આપઘાત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે આ ઘટના સૌરાષ્ટ્ર ના અમરેલી જીલ્લાના ચાંદગઢ ગામેથી સામે આવી છે અહીં એક ખેડૂતે પાક નિષ્ફળ જતા અને દેવુ વધી જતા આખરે જીવન ટુંકાવી લેતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત મહાહિતી અનુસાર, અમરેલીના ચાંદગઢ ગામમાં રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતા, અને દેવું વધી જતા આપઘાત કરી લેતા પુરા પંથકમાં ચકચાર મચી ગઈ છે. એટલું જ નહી ખેડૂતે આપઘાત કરી લેતા તેમના પત્નીએ પણ પતિના વિયોગમાં ઝેર ગટગટાવી લઈ આપઘાતની કોશિસ કરી છે. હાલમાં ખેડૂતની પત્નીને સારવાર માટે નજીકની હોસ્પિતલ્ ખસેડવામાં આવ્યા છે.
ખેડૂતના આપઘાતની વાત વાયુવેગે પંથકમાં ફેલાતા, અમરેલીના ધારાસભ્ય અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી પીડિત ખેડૂત પરિવારના ઘરે પહોંચ્યા હતા. અહીં તેમણે પીડિત પરિવારને આશ્વાસન આપી દુખ વ્યક્ત કર્યું હતું. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મૃતકના પરિવારને મળી રાજ્ય સરકારની નિષ્ફળતા પર આકરા પ્રહાર પણ કર્યા હતા અને ખેડૂત પરિવારને બનતી મદદ કરવાની હૈયાધારણા પણ આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




