ઈજિપ્ત કોર્ટે એક સાથે ૭૫ લોકોને મોતની સજા આપી,૪૭ને ઉંમર કેદ

0
14

કૈરો,તા.૯
ઈજિપ્તની એક કોર્ટે ૨૦૧૩ના પ્રદર્શન મામલામાં મુસ્લિમ બ્રધરહૂડના પ્રમુખ નેતાઓ સહિત ૭૫ લોકોને મોતની સજા સંભળાવી છે. કોર્ટે ૭૩૯ અદાલતોના મામલામાં બ્રધરહૂડના પ્રમુખ મોહમ્મદ બડાઈ અને ૪૬ અન્ય લોકોને ઉંમર કેદની સજા સંભળાવી છે. આ લોકો પર હત્યા અને સંપત્તિને નુકશાન પહોંચાડવાનો આરોપ હતો.
સાથે એક ફોટો જર્નાલિસ્ટ મહમૂદ અબુ જૈદને પણ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તેને શૌકનનના નામથી પણ ઓળખવામાં આવે છે. શૌકનને ઓગષ્ટ ૨૦૧૩માં સુરક્ષાદળ અને અસ્વિકાર્ય રાષ્ટ્રપતિ મોહમ્મદ મુર્સીના સમર્થકો વચ્ચેની હિંસક લડાઈને કવર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૩માં આ પ્રદર્શનને સમાપ્ત કરાવવા માટે સુરક્ષાદળોની કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૬૦૦ લોકો મર્યા હતા. આમાંથી સૌથી વધારે હત્યા કાહિરાના રાબા અલ-અદવિયા સ્કવેયર પર થઈ હતી. આ પ્રદર્શનકારી મુર્સીના સમર્થક અને મુસ્લિમ બ્રદરહૂડના સભ્યો હતો. પ્રદર્શનકારી અબ્દેલ ફતહ અલ-સિસીના સૈન્ય તખ્તાપલટના વિરોધમાં મોરસીના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા હતા. અલ-સિસિએ ત્રણ જુલાઈ ૨૦૧૩ના રોજ તખ્તાપલટ કરી દીધુ હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY