અમરેલી,તા.૨૨
અમરેલીના જાફરાબાદ તાલુકાના ધોળાદ્વિ ગામે યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાના કારણે આધેડની હત્યા કરાયાની ઘટના બની છે. ત્રણ જેટલા ઇસમો દ્વારા લાકડી વડે ફટકા મારીને હત્યા કરાઇ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને લાશને પીએમ માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડી હતી. પોલીસે હત્યારાઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે જાફરાબાદ તાલુકાના ધોળાદ્રી ગામે ૪૫ વર્ષીય માધાભાઇ ડોળાસીયાને ત્રણ શખ્સોએ લાકડી વડે માર મારતા મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ ત્રણેય શખ્સો ફરાર થઇ ગયા હતા.
મૃતકે યુવતીને ભગાડી જવામાં મદદ કરી હોવાને કારણે હત્યા કરવામાં આવી હોવાનું નાગેશ્રી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હત્યારાઓને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે નાગેશ્રી પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ માધાભાઇના મૃતદેહને પીએમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. પોલીસે અજાણ્યા ત્રણેય શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



