અમરેલી,તા.૨૪
અમરેલીના સાવરકુંડલામાં રહેતા શખશે વાસનામાં આંધળા બનીને પડોશમાં જ રહેતી સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને શિકાર બનાવીને પોતાની વાસના સંતોષવાનો પ્રયાસ કરતા આ બનાવે ભારે ચકચાર જગાવી છે. ઘટના બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. પરિવારજનો જાઇ જતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.
મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલામાં રહેતા ૨૦ વર્ષીય સુરેશ બાઘા બરોળિયા નામના શખેસે વાનામાં અંધ બનીને પોતાના પડોશમાં રહેતી સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને ચાલ તને ચીકું ખવડાવું તેમ કહીને લઇ ગયો હતો. અને બાદમાં આરોપીએ બાળકીને પોતાના ખોળામાં બેસાડીને અડપલા કરીને પોતાની વાસના સંતોષવાનું શરુ કર્યું હતું. આરોપી માસુમ બાળકીને પોતાની વાસનાનો ભોગ બનાવે તે પહેલા જ બાળકીના નાનીમાં જોઇ જતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
વધુ મળતી માહિતી પ્રમાણે ભોગ નબનનારી બાળકી સાવરકુંડલામાં તેના નાનીમાંને ત્યાં રહેતી હતી અને તેના પિતા અમદાવાદ રહે છે. આરોપી હાલમાં ફરાર થઇ ગયો છે. તેના માતા-પિતાને જામ થયા બાદ તેઓ સાવરકુંડલા દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



