જામનગર,તા.૨૪
લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે પાકવીમાની રકમ જાહેર કરવામાં આવી છે. જેમાં મગફળીના પાકવિમાની ટકાવારી ક્યાંક વધુ તો ક્યાંક ઓછી આપવામાં આવતા ખેડૂતોમાં રોષ જાવા મળી રહ્યો છે.કોંગ્રેસને મુશ્કેલીથી એક મુદ્દો હાથમા આવ્યો છે. જામજાધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ ગંભીર આક્ષેપો સાથે મુખ્યપ્રધાનને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે.
જામનગર જિલ્લામાં આ વર્ષે ઓછાવરસાદ કારણેદુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.એવામાં સરકારે ધ્રોલ-જાડિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતા. પરંતુ જામનગર જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પણ ઓછો વરસાદ પડ્યોહોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. એવામાં મગફળીના પાકવિમાની ટકાવારીમાં તાલુકા પ્રમાણે ક્યાંક ઓછી કયાક વધુ આપવામાં આવતા હોબાળો મચી ગયો છે.આ મામલે જામજાધપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા પોતાના મતવિસ્તાર જામજાધપુરમાં મગફળીના પાક વીમાની રકમ ૧૩.૮૮ટકા અને લાલપુર તાલુકામાં ૧૬.૬૯ટકા જાહેર કરવામાં આવતા વિરોધ કરીને સામાન્ય પાક વિમો જાહેર કરી ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યો છે.તેમજચિરાગ કાલરીયાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે, ક્રોપ કટિંગ સમયે ઈરાદાપૂર્વક પિયતવાળા બ્લોક પસંદ કરીને ઉત્પાદનના આંકડામાં ગોબાચારી આચરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમજ આ મામલે ઘટતી કાર્યવાહી કરવા સરકારને તાકીદ કરી છે અને જો કોઈ કાર્યવાહીના થાય તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી પણ ધારાસભ્યએ ઉચ્ચારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




