દલખાણીયા રેન્જમાં ‘સિંહ નહીં તો મત નહીં’ના બેનર સાથે મતદાનનો વિરોધ

0
11

અમરેલી,તા.૨૨
ધારીના દલખાણીયા રેન્જમાં વાઇરસના કારણે ૨૪ સિંહોના મોત નીપજ્યા હતા. જેથી વન વિભાગે અન્ય ૩૦ સિંહોને રસી આપવા માટે પાંજરે પૂર્યા હતા. આ સિંહોને દલખાણીયા રેન્જમાં છૂટા કરવામાં ન આવતા બસીર જાખરા નામનો સિંહપ્રેમી યુવાન અનોખો વિરોધ કરી રહ્યો છે. બસીર પોતાના ગળામાં બેનર લટકાવી ગામડામાં ફરી રહ્યો છે અને કહી રહ્યો છે કે સિંહ નહીં તો મત નહીં સિંહને પાછા લાવો તો જ મત. આવી રીતે વિરોધ કરી યુવાન મતદાનનો બહિષ્કાર કરી રહ્યો છે.
બસીરે બેનરમાં લખ્યું છે કે, સિંહ નહીં તો મત નહીં..સિંહ છૂટા કરો પછી મત., દલખાણીયાના અમારાસિંહોને છૂટા કરો. સાવજા વિના સુમસામ દલખાણીયા રેન્જ, વાઇરસ બાદ ૩૦ સિંહોને સારવારમાં રાખ્યા પરંતુ સારવાર બાદ સિંહો જેલમાં છે. લોકશાહીમાં મારો એક મત કિંમતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY