ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ હાલના સમયમાં ભરૂચ જીલ્લામાં તથા ગુજરાતમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ વધતા હોઇ જેથી આ આરોપીઓને પકડી પાડી ગુનાઓ શોધી કાઢવા ભરૂચ સાયબર ક્રાઇમ સેલ તથા એલ. સી. બી. ભરૂચનાઓને સુચના તથા માર્ગદર્શન આપેલ.જે અનુસંધાને પો.ઇન્સ. જે.એન.ઝાલા એલ.સી.બી. ભરૂચ તથા સાયબર ક્રાઇમ ઇન્ચાર્જ પો.સ.ઇ. કે.એમ. પટેલ દ્વારા જીલ્લામાં સાયબર ક્રાઇમને લગત બનેલ ગુનાઓમાં વર્કઆઉટ શરૂ કરેલ અને ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૩૭૯ તથા આઇ.ટી.એક્ટની વિગેરે મુજબ ગુનો રજીસ્ટર્ડ થયેલ હોય જેમાં ફરીયાદીશ્રી હેતલકુમાર ધર્મેન્દ્રભાઇ વસાવા રહે. સિંધોત, તા.જી. ભરૂચનાઓ તા.૦૬/૦૨/૨૦૧૯ ના રોજ પોતાના એ.ટી.એમ. મારફતે નાણા ઉપાડવા ગયેલ અને બાદમાં તેઓનું એ.ટી.એમ. કાર્ડ કોઇ અજાણ્યા ઇસમો દ્વારા ફરીયાદીની જાણ બહાર ક્લોનીંગ કરી લઇ ફરીયાદીનું એ.ટી.એમ. કાર્ડ પોતાની પાસે હોવા છતા ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી રૂ.૧૦,૦૦૦/- ૧૦,૦૦૦/- એમ બે વાર કુલ્લે રૂ.૨૦,૦૦૦/- અલગ અલગ જગ્યાએથી ઉપાડી લીધેલ. જે મુજબની ફરીયાદના કામે ભરૂચ સાયબર ક્રાઇમ દ્વારા ઉંડાણપૂર્વક ટેકનીકલ એનાલીસીસ કરતા આરોપીઓ પ્રતાપગઢ (યુ.પી.) ખાતે હોવાનું જણાઇ આવતા અત્રેથી પો.ઇન્સ. એલ. સી. બી.નાઓની સુચના હેઠળ પો. સ. ઇ. એ.એસ.ચૌહાણ એલ. સી. બી. તથા સાઇબર ક્રાઇમ સેલ ભરૂચની ટીમ બનાવી પ્રતાપગઢ (યુ.પી.) ખાતે તપાસમાં મોકલી આપતા ટીમ દ્વારા પ્રતાપગઢ (યુ.પી.) ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપીઓ ગુનો કરેલાનું કબુલાત કરતા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.અને આરોપીઓ ની પુછપરછ દરમ્યાન પકડાયેલ આરોપી અગાઉ એક વર્ષ અગાઉ મંજનપુર પોલીસ સ્ટેશન,જીલ્લો. કોસાંબી (યુ.પી) ખાતે એ.ટી.એમ. ક્લોનીંગનાં ગુનામાં પકડાયેલ છે. ભરૂચ જીલ્લાખાતે અન્ય કલોનીંગથી રૂપીયા ઉપાડેલાનું જણાયેલ છે જે અંગેની હાલ તપાસ ચાલું છે. આ કામે અન્ય આરોપીઓ પણ ગેંગમાં સંકળાયેલ હોઇ વધુ આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.
ધરપકડ કરેલ આરોપી : -(૧) અમીતકુમાર વિજયનાથ પાન્ડે ઉ.વ. ૨૯ રહે. બાલાપુર થાણા અન્્ટુ જી. પ્રતાપગઢ (યુ.પી) .(૨) સુનીલકુમાર રામબરન વર્મા ઉ.વ. ૨ રહે. જમાલપુર, પુરનપુર ખજૂર, થાણા – જેથવારા,પ્રતાપગઢ (યુ.પી.)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





