અમદાવાદ,તા.૨૯
તાજેતરમાં કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ વિધવાએ આરોપ મૂકયો છે કે છબીલ પટેલે તેના પર દુષ્કર્મ આચર્યું છે. મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આજે આ મહિલાએ વીડિયો દ્વારા રડતા રડતા પોતાની વાત મીડિયા સમક્ષ મુકી હતી. જેમાં તેણીએ જણાવ્યું કે, હાં રાજકીય ખલનાયક તું જ છે, તારા સિવાય કોઇને ઓળખતી જ નથી. આ ખલનાયકનો રોલ તું જ ભજવી રહ્યો છે અને છબીલ તું જ ખલનાયક છે, તે જે જે પાપ કર્યા છે તે હવે બહાર આવશે. મહિલા સાથે આટલું દુષ્કર્મ કર્યું છે અને તે રમત રમી રહ્યો છે, મને ન્યાય તંત્ર પર વિશ્વાસ છે અને દૂધનું દૂધ પાણીનું પાણી ન્યાય તંત્ર આ બધું સાબિત કરશે.
દુષ્કર્મની ફરિયાદ મોડી કરવા અંગે કહ્યું કે, અત્યાર સુધી હું એવી માનસિકતાથી પીડાતી હતી કે હું એક વિધવા મહિલા છું. જા હું કોઇને વાત કરીશ તો મારી નિંદા થશે મારી વાતો કરશે, જેથી હું આ વાત કોઇને કરી ના શકી. હવે મારામાં હિંમત આવી છે એટલે હું બહાર આવી છું. છબીલ પટેલે મારી સાથે જે દુષ્કર્મ કર્યું છે તે ૨૧ મહિને નહીં ૨૧ વર્ષે પણ બહાર આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




