અમરેલી,તા.૫
જામનગર કસ્ટમ વિભાગ અને પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા ચાલતા છેલ્લા ૩ દિવસના ઓપરેશન બાદ સફળતા મળી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અહીંથી વોલપેપર એક્સપોર્ટ કરવામાં આવી રહ્યુ હતું. જેમા કેટલાક કૌભાંડીઓ દ્વારા અહીં વોલપેપરના બદલે માત્ર વેસ્ટ કાગળો એક્સપોર્ટ કરતા હોવાનું સામે આવ્યું છે. આઈ.જી.એસ.ટી. વિભાગે કુલ ૭ કરોડ ૧૮ લાખ ઉપરાંતની ભરપાય કરી ન હોવાનું સામે આવ્યું છે. તેને લઈને કસ્ટમ વિભાગ દ્વારા ૭ કરોડના કૌભાંડ સાથે ૧ ઈસમની અટકાયત કરવામાં આવી છે.
ઝડપાયેલા શખ્સને રાજુલા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો છે. આ આરોપીએ ૭ કરોડની ટેક્સ ચોરી કરી હોવાનું કસ્ટમ વિભાગના રેકોર્ડમાં ખુલ્યું છે. જેને લઈને પીપાવાવ પોર્ટ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આરોપી મૂળ મુંબઇનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી રાજુલામાં રહેતો હતો અને આ પ્રકારનુ કૌભાંડ આચરતો હતો. જોકે હજુ પણ સમગ્ર મામલે પીપાવાવ કસ્ટમ વિભાગ તપાસ કરી રહ્યુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ૨ કરતા વધુ લોકોના નામ ખુલે તેવી શકીયતા સેવાઈ રહી છે. જાકે સમગ્ર મામલે કસ્ટમ વિભાગના અધિકારીઓ મીડિયા સમક્ષ મૌન રહ્યાં હતાં. સમગ્ર કૌભાંડમાં જામનગર કમિશનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ ચાલી રહી છે. આ સાથે જ આરોપી પાસેથી અમુક મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં કાગળો જેવી ચીજ વસ્તુઓ કસ્ટમ વિભાગ દ્વારા કબ્જે કરી હોવાનુ જાણવા મળ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



