પરિણીતાએ પશુના તબેલામાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ખળભળાટ

0
9

સુરત,તા.૫
ઓલપાડમાં સાસરિયાઓની મારઝૂડ અને માનસિક હેરાનગતિથી પરિણીતાએ પશુ બાંધવાના તબેલામાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સવારે માસૂમ દીકરાએ માતાને લટકતી જાઈ હતી. ચીચયારીઓ પાડતા પરિવાર દોડતું થયું હતું.મૃતક હીનાને તાત્કાલિક સુરતની ખાનગી બાદ સિવિલ લવાતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પિયર પક્ષ દ્વારા સાસરિયા સામે આક્ષેપ કરવામાં આવ્યા હતાં. જેથી સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમ બહાર જ જમાઈને ખરી ખોટી સંભળાવી હતી.
ઓલપાડ પીંજરત ગામ તાડવાડી ફળિયા ખાતે રહેતી હિનાબેન નિલેશભાઈ પટેલ (ઉ.વ.આ.૩૦)નાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં સિવિલમાં પીએમ માટે મૃતદેહ લવાતાં મૃતકના પિયર પક્ષનાઓએ રોષે ભરાઈને જમાઈને પોસ્ટ મોર્ટમ રૂમ બહાર કોલર પકડી મારવા લીધો હતો. વાતાવરણને પારખી જઈને પોલીસ અને સમાજની મધ્યસ્થી બાદ વાતાવરણ ઠંડુ પડ્યું હતું. ૧૦ વર્ષના લગ્ન દરમિયાન હીનાને બે સંતાનો હતાં. પિયર પક્ષે આક્ષેપ કરતાં જણાવ્યુંહતું કે, હિનાને વારંવાર માર મરાતો હતો.પતિ અને દિયર પછી દારૂડીયો સસરો પણ માનસિક ત્રાસ આપી હિના સાથે મારઝૂડ કરતો હોવાનું પીડિત પિતાએ જણાવ્યું હતું. જમાઈ નિલેશને એસએમસીના કોન્ટ્રાકટ માં બેલદાર તરીકે નોકરી પણ અપાવી હતી. ખેડવા માટે જમીન પણ આપતા હતા.આખું ઘર ભરી આપ્યું તો પણ મારી દીકરીને માર મારતા અને ત્રાસ આપતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY