સિંહણનું હડકવાથી મોત થતા અરેરાટી વ્યાપી

0
233

અમરેલી,તા.૧૪
એક પખવાડીયા પહેલા અચાનક જ એક સિંહણ જાફરાબાદ શહેરમાં આવી ચડી હતી. જેને વનતંત્રએ પાંજરે પુરી બાબરકોટ નર્સરીમાં ખસેડી હતી. જ્યાં આ સિંહણનું સારવાર દરમિયાન મોત થયુ છે. સિંહણનું મોત હડકવાથી થયુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા ગીરના સાવજા પૈકી વધુ એક સિંહણનુ મોત થયાની ઘટના બહાર આવી છે. બાબરકોટ નર્સરી ખાતે પાછલા કેટલાક દિવસોથી વનતંત્રની દેખરેખ નીચે સારવારમાં રખાયેલી એક સિંહણનું આજે સારવાર દરમિયાન મોત થયુ હતું. એકાદ પખવાડીયા અગાઉ આ સિંહણ જાફરાબાદ શહેરની મધ્યમાં ઘુસી આવી હતી. જેને પગલે લોકોમાં નાસભાગ મચી હતી. જે તે સમયે વન વિભાગની રેસ્કીયું ટીમે ત્યાં દોડી જઇ શહેરની મધ્યમાંથી જ આ સિંહણને પાંજરે પુરી હતી અને ત્યારબાદ તેને દેખરેખ માટે અને મેડીકલ ચેકઅપ માટે બાબરકોટ નર્સરી ખાતે રખાઇ હતી.
આટલા દિવસની દેખરેખ અને સારવારના અંતે આ સિંહણની તબીયત વધુ લથડી હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY