ડોલર સામે રૂપિયો ફરી ગગડ્યો, ૭૧.૭૯ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો

0
15

ન્યુ દિલ્હી,તા.૫
ડાલર સામે રૂપિયો મજબુતી સાથે ખુલતા કેટલાક કલાકોમાં ફરી ગગડ્યો હતો. ડાલર સામે રૂપિયો ૨૧ પૈસા તૂટ્યો હતો. ૭૧.૭૯ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. તેનું મુખ્ય કારણ બેંન્કોના આયાતકારો તરફથી ડાલરની અચાનક કેરલી ખરીદી છે. મંગળવારે ડાલરની સામે રૂપિયો ૩૭ પૈસા તૂટ્યો હતો ૭૧.૫૮ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ બુધવારે તેમાં શરૂઆતના વેપારમાં સુધારો થતા ૭૧.૪૩ પર ખુલ્યો હતો.
રૂપિયો અસ્થિર રહેતા ડાલરની સામે ૭૧.૪૦થી ૭૧.૭૯ સ્તર પર રહ્યો હતો. મુદ્રા વેપારીઓના અનુસાર અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર ચઢાવ તેમજ ઓઇલના ભડકે બળતા ભાવોની સામે આ ઉતાર ચઢાવ થયો છે. આ સીવાય વિદેશી ચલણમાં સતત મજબુતી આવતા રૂપિયો ગગડ્યો છે. ચાલુ કારોબારે ડાલરની સામે રૂપિયો ૭૧.૭૯ સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો.
ગયા વર્ષે ડાલરની સરખામણીમાં રૂપિયો ૫.૯૬ ટકા મજબુતી મેળવી હતી. ૨૦૧૮ની શરૂઆતમાં રૂપિયો સતત ગગડી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો ૧૧ ટકા ગગડ્યો છે.
ભારત પોતાની ૮૦ ટકા પેટ્રોલિયમ પ્રોડક્ટને આયાત કરે છે. રૂપિયો ગગડતા પેટ્રોલિયમ પ્રોડક્ટ મોંઘવારી વધશે. ઓઇલ કંપનીઓ પેટ્રોલ ડિઝલના ભાવો વધારી શકે છે. ડિઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેસનના ભાવ વધશે. જેનાથી મોંઘવારી વધશે. તેલ, દાળના ભાવોમાં પણ ભડકો થશે. મોંઘવારી માઝા મુકશે. સામાન્ય માણસ માટે રોજબરોજની ચીજવસ્તુઓ મોંઘી થતા તેમની મુશ્કેલી વધશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY