અમૃતસર ટ્રેન અકસ્માત : દિલજીત દોસાંઝે પોતાનો શા કેન્સલ કર્યો

0
21

અમૃતસર,તા.૨૧
અમૃતસરમાં રાવણ દહન દરમિયાન ટ્રેનની અડફેટે આવેલા લોકોનાં કરૂણ મોત પર દિલજીત દોસાંજ અને કપિલ શર્મા સહિતનાં પંજાબી એક્ટર્સ અને સિંગર્સે દુઃખ જતાવ્યું છે. આ ઘટનાથી દુઃખી થયેલા દિલજીત દોસાંજે પુણેમાં પોતાનો શા કેન્સલ કરી દીધો છે. જા કે તેણે શા રદ્દ કરવાનું કારણ સંપૂર્ણ રીતે નથી જણાવ્યું, પરંતુ ફેન્સ આ પાછળનું કારણ અમૃતસર ટ્રેન અકસ્માતને માની રહ્યા છે.
એક ટિવટ દ્વારા દિલજીતે દર્શકોની માફી માંગતા કહ્યું, ‘આજે પુણેમાં થનારા શાને રદ્દ કરવામાં આવ્યો છે. તમારી અસુવિધા માટે માફી ચાહુ છું. જલ્દી આ શાની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.’ સોશિયલ મીડિયા દ્વારા પંજાબનો આ સુપરસ્ટાર લોકોની સંભવ મદદ કરી રહ્યો છે. દિલજીતનાં આ નિર્ણયની લોકો પ્રશંસા કરી રહ્યા છે.
દિલજીતે આ ઘટના પર દુઃખ જતાવતા કહ્યું કે, ‘અમૃતસરમાં ભીષણ ટ્રેન અકસ્માતથી દુઃખી છું. આ દિલને હચમચાવી દેનારું છે. પીડિત પરિવારોને મારી સંવેદના. હું આ ઘટનાને કારણે અસર પામેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.’ દિલજીતે આ ઘટના બાદ સતત ઘાયલ થયેલા વ્યકિતઓને બ્લડ ડોનેશન અને મૃતકોનાં પરિવારો માટે ચાલી રહેલી હેલ્પલાઇનનાં નંબર્સ શેર કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY