કોચ્ચી,તા.૨૧
સબરીમાલા મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરનાર એક્ટિવિસ્ટ રેહાના ફાતિમાને કેરાલાના એક મુસ્લિમ સંગઠને મુસ્લિમ સમાજમાંથી બહાર કાઢી મુકવાની જાહેરાત કરી છે.
કેરાલા મુસ્લિમ જમાત કાઉન્સલે મંદિરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરીને હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવાનો આરોપ રેહાના પર મુકીને આ એલાન કર્યુ છે. સાથે સાથે કાઉન્સલે અર્નાકુલમ સેન્ટ્રલ મુસ્લિમ જમાતને પણ ફાતિમા અને તેના પરિવારને સમાજ બહાર મુકવાની અપીલ કરી છે.
ફાતિમા અને હૈદ્રાબાદની એક પત્રકારે બે દિવસ પહેલા મંદિરમાં પ્રવેશવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. દરમિયાન મુસ્લિમ કાઉન્સલના પ્રમુખ પૂકૂંજુએ કહ્યું છે કે ફાતિમાને મુસ્લિમ નામ ઉપયોગ કરવાનો હક નથી.
રેહાના સરકારી કર્મચારી અને બે બાળકોની માતા છે તેમજ એક મોડેલ અને એક્ટિવિસ્ટ પણ છે. સબરીમાલામાં ઘૂસવાની કોશિશ કર્યા બાદ તેમના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







