અમરોલીના કોસાડ આવાસમાં ગુન્હાખોરી એ માઝા મૂકી.દરવાજો તોડી મોબાઈલ ની લૂંટ.

0
91

કોસાડ આવાસમાં રહેતાં અને ફોટોગ્રાફીના ધંધાસાથે સંકળાયેલ પરિવારના ઘરના દરવાજાને લાત મારી તોડીને ગતરોજ મળસ્કે પાંચ થી છ જેટલા અજાણ્યા શખ્સો ચાકુ સાથે લુંટના ઈરાદે ધસી ગયા હતા.ઉપરાંત સેમસંગ કંપનીનો રૂ. દસ હજાર ના મોબાઈલ ફોનની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા. આમ, કોસાડ આવાસમાં લુંટના બનાવના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. અમરોલી પોલીસ દ્વારા મળતી વિગત મુજબ કોસાડ આવાસમાં રહેતા અભય બાબુ ચૌહાણ ફોટોગ્રાફી અને ડ્રોન કેમેરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની પત્ની પુનમબેન ઘરે કોમ્પ્યુટર ઉપર ફોટો એડીટીંગ કામ કરે છે. દરમિયાન હાલ લગ્નની સીઝન હોવાથી પતિ અભય ચૌહાણ ફોટોગ્રાફીના કામે ગયા હતા. પત્ની પુનમબેન ઘરે કોમ્પ્યુટર ઉપર કામ કરતી હતી, અને તેમની આઠ વર્ષની પુત્રી સુતી હતી, એ સમયે દરવાજાને કોઈએ ખખડાવ્યો હતો,. જેથી પતિ અભય આવ્યા હશે, એમ સમજીને દરવાજો ખોલ્યો હતો,જયાં દરવાજા સામે પાંચ જેટલા અજાણ્યા શખ્સો હાથમાં હથિયાર સાથે જોતાં જ પત્ની પુનમબેનએ એકાએક દરવાજાને અંદરથી બંધ કરી દીધો હતો. એ પછી લુંટના ઈરાદે ધસી આવેલા અજાણ્યાઓએ દરવાજાને તોડી ઘર માં ઘુસી ગયા હતા. ઉપરાંત પુનમને ધાક ધમકી આપીને ટેબલ ઉપર પડેલ મોબાઈલ ફોન લુંટી ભાગી ગયા હતા. આ બનાવ અંગે તેણીએ બુમાબુમ કરતાં પાડોશી શ્રવણ નામનો શખ્સ મદદ અર્થે દોડી આવ્યો હતો. જેને પણ લૂંટારુ ટોળકીએ મારી નાખવાની ધમકી આપી હતી. આમ, કોસાડના મહાનગર પાલિકાના આવાસમાં ઘરમાંથી રૂ. ૧૦,૦૦૦ નો મોબાઈલ ફોનની લુંટના બનાવ અંગે પુનમબેન ચૌહાણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY