- 22/02/2018
ધોડદોડરોડ પોલીસ ચોકીની બરાબર સામેથી જ બાઈકસવારો એક એમ્બ્રોઈડરીના કારખાનાના ક્લાર્ક ના ખભે ભેરવેલી બેગ જેમાં રૂ.૨ લાખ હતા તે લૂંટીને બિન્દાસ્ત નાસી ગયા હતા બનાવ બન્યો તે સમયે ભોગબનનાર ને પોલીસની કોઈ મદદ મળી નહોતી. પાંડેસરા જી.આઈ.ડી.સી માં આવેલી મીનાક્ષી એમ્બ્રોઈડરીમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા સાગર ખત્રી ગઈકાલે પાર્ટીના ચેક વટાવીને બેંકનું કામ પતાવીને ભર બપોરે સવા વાગ્યે ઘોડદોડ રોડ પોલીસ ચોકીની સામે આવેલી એક્ષિસ બેંકમાં આવ્યો હતો. તે સમયે તેની પાસે એક બેગમાં બે લાખ હતા. સાગર ચોકીની સામે જ આવેલા ત્રણ રસ્તા પાસે બાઈક પાર્ક કરી રહ્યો હતો તે સમયે એક બાઈક પર બે જણા તેની નજીક આવ્યા હતા અને તેના ખભે ભેરવેલી બેગ જેમાં રૂપિયા બે લાખ હતા તે લઈને બાઈકસવારો નાસી ગયા હતા. સાગરે બુમાબુમ કરી હતી પણ કોઈ એ તેને મદદ કરી નહોતી. સામે જ આવેલી ઘોડદોડ રોડ પોલીસ ચોકીમાંથી પણ કોઈ સાગરની મદદ માટે આવ્યું નહોતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"