મુંબઇ,તા.૨૧
બોલિવૂડનાં ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’નું ટ્રેલર ગુરવારે રિલીઝ થઇ ગયુ છે. હાલમાં જ ફિલ્મનાં પોસ્ટર અને ટીઝર રિલીઝ થયા હતાં. જે દર્શકોએ ખુબ પસંદ કર્યા હતાં. ત્યારથી જ ફિલ્મનાં ટ્રેલરને લઇને પણ દર્શકોમાં ખુબજ ઉત્સુકતા હતી.
ફિલ્મ ૧૮૯૭ની સારાગાઢીની લડાઇ પર આધારિત છે. જેમાં બ્રિટિશ ભારતીય સેનાનાં ૨૧ લાખ સૈનિકો હતાં જેણે ૧૦,૦૦૦ અફઘાની આક્રમણકારીઓ સાથે લડાઇ કરી હતી. ફિલ્મમાં અક્ષય કુમાર ઇશર સિંહનાં પાત્રમાં નજર આવે છે.
અક્ષય કુમારની સાથે આ ફિલ્મમાં પરિણિતી ચોપરા લિડ રોલમાં છે. આ ફિલ્મ બંને પતિ-પત્નીનાં પાત્રમાં નજર આવે છે. ૨૧ માર્ચ ૨૦૧૯નાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવશે તેવું ટ્રેલર પરથી લાગે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



