અમદાવાદ,તા.૩
પ્રતિ દિન એક કરોડ રૂપિયાની ખોટ કરતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) લાંબા સમયથી શાસક ભાજપ પક્ષની અણઘડ નીતિના કારણે ખાનગી ઓપરેટરોને હવાલે થઈ ગઈ છે. અમદાવાદ શહેરના રસ્તા પર દોડતી આશરે ૭૦૦ બસ પૈકી ૬૦૫ બસ તો ખાનગી ઓપરેટરોની છે. ખાનગી ઓપરેટરોને બસ ચલાવવા દર વર્ષે રૂ. ૧૬૦ કરોડ જેટલી જંગી રકમ ચૂકવાતી હોઈ આનાથી પણ સંસ્થા માટે આર્થિક રીતે હાનિકારક બની છે. બીજી તરફ આ પ્રકારની ઊલટી ગંગા વહેવાથી આજે સંસ્થામાં કાયમી કર્મચારી કરતાં દોઢગણા પેન્શનરો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મનપા સંચાલિત એએમટીએસની પોતાની માલિકીની માંડ ૯૫થી ૧૦૦ બસ હોઈ સંસ્થા દ્વારા હવે પોતાના કાયમી કર્મચારીઓને મનપાના વિવિધ વિભાગોમાં ફાળવાઈ રહ્યા છે. એએમટીએસના કાયમી ડ્રાઈવરો આજે ફાયરબ્રિગેડના અને સેન્ટ્રલ વર્કશોપના વાહન ફેરવે છે તો કાયમી કંડક્ટરોને ઈ-ગવર્નન્સ, એસ્ટેટ, ટેક્સ વગેરે વિભાગોમાં ફાળવાયા છે. વર્ષ ૨૦૦૨-૦૩માં સંસ્થાના ચોપડે ૫૪૦૩ કાયમી કર્મચારી અને ૨૬૫૭ પેન્શનર હતા. ત્યાર પછીના વર્ષ ૨૦૦૩-૦૪માં ૪૨૫૦ કાયમી કર્મચારી અને ૩૧૪૦ પેન્શનર હતા. કરકસરના બહાના હેઠળ ૬૦૦થી વધુ કર્મચારીને મનપાના જુદા જુદા વિભાગોમાં ફાળવ્યા હોવાની જાહેરાત એએમટીએસના ચાલુ વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. ભાજપના શાસકોની દૃ્ષ્ટિહીન નીતિના કારણે ત્યાર પછી પણ મનપાને ફાળવાયેલા સંસ્થાના કર્મચારીઓનો પગાર સંસ્થા જ ચૂકવી રહી છે. તેના કારણે નિયમિત રીતે બસને રૂટ પર મૂકી શકાતી નથી અને સ્ટાફના અભાવે બસ ડેપોમાં જ પડી રહે છે અને દરરોજ સેંકડો ઉતારુઓ રઝળી પડે છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં ૩૦૮૦ કર્મચારી સામે ૪૮૫૦ પેન્શનરો હતા તો ગત નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૦૦૦ કર્મચારી સામે પેન્શનરોની સંખ્યા સતત વધતી જવાથી ૪૯૦૦ થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



