ન્યુ દિલ્હી,તા.૩
વિશ્વની સૌથી મોટી ઇ-કામર્સ કંપની એમેઝને મંગળવારે તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કંપનીએ તેના તમામ કર્મચારીઓ ૭.૨૫ ડોલર (અંદાજે ૫૨૨ રૂપિયા) પ્રતિ કલાકથી વધારીને ૧૫ ડોલર (અંદાજે ૧૦૮૦ રૂપિયા) કર્યા છે. વધારા સાથેનો નવો પગાર આગામી મહિને નવેમ્બરથી લાગુ થશે. આ નિર્ણયના કારણે એમેઝોનના ૨.૫ લાખ કર્મચારીઓને લાભ થશે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે આ નિર્ણય ફક્ત અમેરિકી યુ.એસ. કર્મચારીઓ માટે જ લાગુ પડશે. આમ ભારતીય કર્મચારીઓને કે વિદેશમાં ફેલાયેલી આ કંપનીના કોઈ કર્મચારીને લાભ મળશે નહીં.
બેઝોસ પર લાગ્યા છે કેટલાય આરોપ દુનિયાના સૌથી પૈસાદાર વ્યકિત અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પર ઘણી વખત વેતન અસમાનતાનો આરોપ લાગેલા છે. ગયા મહિને, સેન બર્ની સેન્ડર્સે બેઝોસ એક્ટ નામનો કાયદો રજૂ કર્યો હતો, જે નીચા પગારવાળા કર્મચારીઓને લાગુ પડશે. તેમાં ઓછા વેતનવાળા કર્મચારીઓને સરકારી આરોગ્ય સંભાળ લાભો અથવા ફૂડ સ્ટેમ્પ્સ મળે છે. બેઝોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે અમારા વિવેચકોની વાત સાંભળી, જે અમે કરવા માંગતા હતા તે વિશે સખત મહેનત કરી અને નિર્ણય લીધો કે અમે નેતૃત્વ કરવા માગીએ છીએ. અમે આ પરિવર્તનથી ઉત્સાહિત છીએ અને અમારા સ્પર્ધકો તેમજ અન્ય મોટી કંપનીઓના કર્મચારીઓને જાડાવામાં આ નિર્ણય પ્રોત્સાહિત કરશે.
દુનિયાની દિગ્ગજ ઇ કોમર્સ કંપની એમેઝોનના સીઇઓ જેફ બેઝોસે અમીરીના મામલે ઇતિહાસ રચ્યો છે. તે આજના આધુનિક ઇતિહાસમાં સૌથી અમીર શખ્સ બની ગયા છે. જેફ બેઝોસ પાસે કુલ ૧૫૦ અરબ ડોલરથી વધુની સંપત્તિ છે. તમને જણાવીએ કે જેફ બેઝોસને લોકો એમેઝોનના સંસ્થાપક સીઇઓ તરીકે ઓળખે છે પરંતુ તે વિવિધ ૧૫ કંપનીઓના માલિક છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



