કોલેજા–યુનિવર્સિટીઓમાં ભરતીમાં અનામતના નિયમોમાં ધરમૂળથી ફેરફાર

0
93

ન્યુ દિલ્હી,તા.૮
દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ટિચિંગ સ્ટાફની ભરતીમાં અનામતના પ્રવર્તમાન નિયમોમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ ધરમૂળથી ફેરફારો કર્યા છે અને આ અંગે બે દિવસ પહેલાં સત્તાવાર નિર્ણય લેવાયા પછી પરિપત્રના સ્વરૂપમાં તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને રાય સરકારને આ પરિપત્રની નકલો મોકલી દેવામાં આવી છે અને આ વાત ધીમે ધીમે બહાર આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
યુનિવર્સિટીઓ, કોલેજા સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની અત્યાર સુધીની જાગવાઈ મુજબ રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે કુલ મંજૂર થયેલી જગ્યાના આધારે ૨૦૦ રોસ્ટર પોઈન્ટ નક્કી કરી અનામત જગ્યાઓ રાખવામાં આવે છે અને યુનિવર્સિટીઓ, સંસ્થાઓ, કોલેજામાં જે જગ્યાનું સમાન સ્ટેજ, પગાર ધોરણ હોય તેને એક કેડર ગણવામાં આવે છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ તા.૫ માર્ચના પરિપત્રથી એવો આદેશ કર્યે છે કે અત્યાર સુધીની જે અનામત નીતિ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હતી તેમાં અલ્હાબાદ હાઈકોર્ટના ઓર્ડરનો ઉલ્લેખ કરી અનામત નીતિમાં ફેરફાર કરાયો છે. આ પરિપત્રમાં દર્શાવાયેલી વિગતો મુજબ અનામતની જગ્યા નકકી કરવા માટે કુલ મંજૂર થયેલી જગ્યાના બદલે યુનિવર્સિટી, કોલેજા અને શૈક્ષણિક સંસ્થાઓએ દરેક વિષય અને કેડર પ્રમાણે અલગ–અલગ રોસ્ટર–રજિસ્ટર એક મહિનામાં તૈયાર કરવાનું રહેશે.
નવી પધ્ધતિના કારણે અનામત જગ્યાનો છેદ ઉડી જશે અને એક ઝાટકે અનામત ખતમ થઈ જશે તેવો ચોંકાવનારો આક્ષેપ કરતાં જાણકારો કહે છે કે ઓબીસીનો રોસ્ટર પોઈન્ટમાં ચોથી જગ્યા અનામત રાખવાની હોય છે. યુજીસીના નિયમ મુજબ એક વિષયના ડિપાર્ટમેન્ટમાં એક પ્રોફેસર, બે એસોસિએટ પ્રોફેસર અને ચાર આસીસ્ટન્ટ પ્રોફેસર હોય છે. આમ, દરેક વિષય અને કેડરમાં રોસ્ટર ક્રમાંક સુધી પહોંચે તેટલી જગ્યાઓ હોતી નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY