સરકારે પહેલીવાર કલમ ૭નો ઉપયોગ કર્યો
ન્યુ દિલ્હી,તા.૩૧
નરેન્દ્ર મોદી સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે અને મામલો એટલી હદે વણસ્યો છે કે રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ હવે ગમે તે ઘડીએ રાજીનામું આપી શકે છે. ખાસ કરીને નાણાપ્રધાન અરુણ જેટલીના નિવેદન બાદ આરબીઆઈ અને સરકાર વચ્ચે તિરાડ વધી ગઈ છે.
દરમિયાન એવા સમાચારો મળી રહ્યા છે કે સરકારે આરબીઆઈ એક્ટની કલમ-૭ને લાગુ પાડી દીધી છે. પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે રિપોર્ટસને ટાંકીને એવું જણાવ્યું છે કે જા સરકારે આ કલમ લાગુ પાડી હોય તો આજે વધુ ખરાબ સમાચાર આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર અને આરબીઆઈ વચ્ચે ઊભી થયેલી વિવાદાસ્પદ સ્થિતિ વચ્ચે ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપે તેવી શક્્યતા વધી ગઈ છે. બધા જ વિકલ્પો ખુલ્લા છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે ગજગ્રાહ એટલી હદે વધી ગયો છે કે હવે કોઈ સમાધાન થાય તેવી શક્્યતા જણાતી નથી.
સરકારે આરબીઆઈ એક્ટની કલમ-૭ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ જાગવાઈ અનુસાર સરકાર આરબીઆઈને આદેશ આપી શકે છે અને તેને જાહેર હિતમાં આપવામાં આવેલા આદેશ તરીકે ગણવામાં આવશે. આ બાબતમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે ટ્વિટ કરીને જણાવ્યું છે કે સરકારે આરબીઆઈ એક્ટનો ઉપયોગ કર્યો છે જે ઈતિહાસમાં ન બની હોય તેવી ઘટના છે. મને એવો ડર છે કે હજુ પણ વધારે ખરાબ સમાચાર આવશે.
નોંધનીય વાત એ છે કે શુક્રવારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ એવી ચેતવણી આપી હતી. આરબીઆઈની સ્વાયત્તતા પર તરાપ મારવાથી અર્થતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. વિરલ આચાર્યના નિવેદનથી મોદી સરકાર ખૂબ નારાજ થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




