અમદાવાદ સહિત દેશના ૧૧ શહેરોમાં દોડશે ઈલેકિટ્રક બસ–ટેકસી

0
88

ગાંધીનગર,તા.૮
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ફેમ ઈન્ડયા સ્કીમના પ્રથમ તબક્કામાં અમદાવાદ, દિલ્હી, લખનૌ, જમ્મુ, કોલકત્તા, ઈન્દોર સહિત દેશના ૧૧ મુખ્ય શહેરોમાં ઈલેક્ટ્રિક વાહનોનું સંચાલન કરનારી કંપનીઓને કેન્દ્ર સરકારે ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુની નાણાકીય મદદ પૂરી પાડી છે.
દેશના મુખ્ય શહેરોમાં ઈલેક્ટ્રિક વાહનો પર આધારિત સાર્વજનિક અને પરિવહન પ્રણાલીના સંચાલન માટે નાણાકીય સહાયતા પ્રદાન કરવાની યોજનાનું એલાન ગત વર્ષે ૩૧ ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. ભારે ઉદ્યોગ મંત્રાલયે વિવિધ રોકાણકારો પાસેથી અભિરુચિ પ્રસ્તાવ મગાવ્યા હતા. જવાબમાં મંત્રાલયે ૨૧ રાજ્યોના ૪૪ શહેરોમાંથી કુલ ૪૭ પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા. તેમાં ૩૧૪૪ ઈલેક્ટ્રિક બસ, ૨૪૩૦ ઈલેક્ટ્રિક ફોર વ્હીલર ટેક્સી તથા ૨૧૫૪૫ ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર ઓટો રિક્ષા ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
સડક પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા તરફથી રાજ્યસભામાં અપાયેલી જાણકારી અનુસાર આમાંથી ૧૧ શહેરોના પ્રસ્તાવોની પસંદગી નાણાકીય મદદ પૂરી પાડવા માટે કરવામાં આવી છે. આ શહેરોમાં અમદાવાદ, દિલ્હી, લખનૌ, જમ્મુ, કોલકત્તા, ઈન્દોર, જયપુર, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર તથા ગૌહાટીનો સમાવેશ થાય છે.
સ્કીમ હેઠળ સરકાર તરફથી પ્રત્યેક શહેરને તમામ પ્રકારના ઈલેક્ટ્રિક વાહનો માટે કુલ ૧૦૫ કરોડ રૂપિયાની મદદ પ્રદાન કરવાનો પ્રસ્તાવ છે જ્યારે ઈલેક્ટ્રિક વાહનો માટે ચાજિ¯ગ સ્ટેશનોની સ્થાપના માટે દરેક શહેરને ૧૫ કરોડ રૂપિયાની નાણાકીય મદદ અલગથી પ્રદાન કરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY