પોલીસની દાદાગીરી, કારચાલકને માર મારતો વીડિયો વાયરલ

0
22

આણંદ,તા.૨૮
પોલીસની સામાન્ય લોકો ઉપર દાદાગીરી કરતા હોવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે. પોલીસની દાદાગીરીના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે. આવો જ એક આણંદનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. વીડિયો સાદા ડ્રેસમાં એક પોલીસ કોન્સ્ટેબલ કાર ચાલક ઉપર દાદાગીરી કરે છે અને તેને ગડદાપાટુંનો માર પણ મારે છે.
મળતી માહિતી પ્રમાણે આણંદના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર ગઢવીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. ધર્મેન્દ્ર ગઢવી કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને જાહેરમાં સ્થાનિક કાર ચાલક ઉપર દાદાગીરી કરે છે.
વીડિયોમાં દેખાય છે એમ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર ગઢવી એક કાર ચાલક સાથે મારા મારી કરે છે. પોતાના હોદ્દાનો રોફ માવી રહ્યો છે. કોન્સ્ટેબલની આ ઘટનાને અન્ય એક કાર ચાલકે કારમાં બેઠાબેઠા પોતાના કેમેરામાં કેદ કરી દીધી હતી. સુત્રોનું માનવું છે કે, ધર્મેન્દ્ર સિંહ આ સમયે નશાની હાલતમાં હતો. ત્યારે તેને કાયદો હાથમાં લીધો હોવાનું ભાન ન્હોતું. કાર ચાલક અને ધર્મેન્દ્ર ગઢવી વચ્ચેના ઘર્ષણમાં સ્થાનિક લોકોએ વચ્ચે પડીને સમાધાન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY