૧૨ વર્ષના વિદ્યાર્થીની સિનિયર વિદ્યાર્થીઓએ સ્કૂલમાં બેટ વડે હત્યા કરી

0
8

દહેરાદૂન,તા.૨૭
ઉત્તરાખંડના દહેરાદૂનની બોર્ડિંગ સ્કૂલમાં એવી ઘટના બની છે કે એ પછી વાલીઓ બો‹ડગ સ્કૂલમાં પોતાના સંતાનને મુકતા બે વખત વિચાર કરશે. દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલમાં ૧૨ વર્ષના વિદ્યાર્થી પર બિસ્કીટ ચોરીનો આરોપ મુકીને ધો.૧૨માં ભણતા સિનિયર વિદ્યાર્થીઓએ બેટ વડે માર મારીને હત્યા કરી નાંખી હતી.
સિનિયર વિદ્યાર્થીઓ તેને લોહી નિંગળતી હાલતમાં મુકીને ચાલ્યા ગયા હતા.કલાકો બાદ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવાયો ત્યારે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
એ પછી સ્કૂલ સંચાલકોએ જે હરકત કરી હતી તે તેના કરતા પણ વધારે ચોંકાવનારી અને ધૃણાસ્પદ હતી.સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ કરાવ્યા વગર જ કેમ્પસમાં દફનાવી દીધો હતો. હવે જ્યારે આ કિસ્સો બહાર આવ્યો છે ત્યારે પોલીસે બે આરોપી વિદ્યાર્થીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.જ્યારે સ્કૂલના હોસ્ટેલ મેનેજર, વોર્ડન અને સ્પોર્ટસના ટીચર સામે પૂરાવાનો નાશ કરવાનો કેસ કરવામાં આવ્યો હતો.
પોલીસનુ કહેવુ છે કે, સ્કૂલ સંચાલકોની આ મામલામાં બેદરકારી સામે આવી છે.ઘાયલ વિદ્યાર્થીને સારવાર આપવા માટે હોસ્પિટલ લઈ જવામાં પણ સ્કૂલ સંચાલકોએ મોડુ કર્યુ હતુ.
ઉત્તરાખંડના બાળ સંરક્ષણ આયોગનુ કહેવુ છે કે સ્કૂલ સંચાલકોએ આ ઘટના પર પડદો પાડવાની તમામ કોશિશો કરી હતી.તેના પરિવારજનોને પણ તેના મોતની જાણકારી આપવામાં આવી નહોતી.અમને ૧૦ માર્ચે આ વાતની જાણ થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY