ધડામ… કરતા સોફો તૂટ્યો, ધાનાણી સહિત ૩ કોંગી નેતાઓ પડતા બચ્યા

0
21

સુરત,તા.૧૦
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુરતના યોગીચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ પ્રસંગમાં પરેશ ધાનાણી સહિત ત્રણ નેતાઓ પણ હાજર હતા, ત્યારે ત્રણેય નેતાઓ કાર્યક્રમ દરમિયાન એક સોફા પર બેઠા હતા. તે દરમિયાન ત્રણેય નેતાઓ જે સોફા પર બેઠા હતા તે તૂટી ગયો હતો. આ ઘટના અહીં હાજર ફોટો અને વીડિયો ગ્રાફરોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર અને ખેડૂત આગેવાન કનુભાઈ કળસરિયા સુરતના આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા, ત્યારે તેઓ એક સોફામાં બેઠા હતા. એવું કહેવાય છે કે સોફા પર વજન વધી જવાના કારણે પરેશ ધાણાની સહિત ત્રણેય નેતાઓ નીચે પડતા બચ્યા હતા. જા કે તેઓના ફોટા કેમેરામાં કેદ થઇ ગયા હતા.
આ ઘટના બન્યા બાદ કાર્યક્રમમાં મૂકાયેલા સોફાને તાત્કાલિક ખસેડી લેવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY